જૂનાગઢ જુનીયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ તથા એન.આર. વેકરીયા માસ્ટર ઓફ લો પીજી સેન્ટરના સંયુકત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોલેજના ૧૭ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ કોલેજના પ્રોફેસરોએ પણ વિશેષ વ્યાખ્યાન આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
ટ્રસ્ટના પ્રમુખ નાનજીભાઈ વેકરીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં લો કોલેજના પ્રિન્સીપાલ ડો.પરવેઝ બ્લોચે સુપ્રિમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટ દ્વારા ન્યાયતંત્રએ નિભાવેલી રક્ષક તરીકેની ભૂમિકા વિશે ઉડાણપૂર્વકનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપ્યું હતું. ડો.નિરંજનાબેન મહેતાએ પ્રાસંગિક ઉદબોધનમાં નારી શકિત અંગે માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન કરતા ડો.કલ્પનાબેન રાઠોડે વકસ્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓને વકતૃત્વ સ્પર્ધાના મૂલ્યાંકન, વિષય વસ્તુ અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી. વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેનારા ૧૭ જેટલા વિદ્યાર્થીઓએ પણ ન્યાયતંત્રની અગ્રીમ ભૂમિકા અંગેની તલસ્પર્શી વિસ્તૃત માહિતી આપી હતી. સરકારી વકીલ શ્રી સૈયદે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના પ્રો.તેજશ પરમાર, મયુરીબેન ગોંધીયા, ડો.ઉવર્શીબેન દેવમુરારી, મનીષ લચ્છાણી સહીતના કર્મચારી ગણે ભારે જહેમત ઉઠાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews