છેલ્લા બે વર્ષથી પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી તાલુકા પોલીસ

0

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવીતેજા વાસમ શેટીની સીધા માર્ગદર્શન હેઠળ  જીલ્લામાં ભુતકાળના ગુન્હાઓમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરી નાસતા ફરતા આરોપીઓને પકડવા ખાસ સુચનાઓ કરવામાં આવેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાની સુચના મુજબ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એન.સગારકા અને પોલીસ સ્ટાફ દ્વારા ખાસ ઝુંબેશના ભગરૂપે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે તાલુકા પોલીસ સ્ટેશનનાં ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી રામાભાઈ કેશાભાઈ ગરચર જાતે રબારી (ઉ.વ.ર૮) રહે.જૂનાગઢ ગાંધીગ્રામ સીંધી સોસાયટીવાળાને ઝડપી લઈ તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી છે. આ કામગીરીમાં પીએસઆઈ એસ.એન. સગારકા, કમલેશભાઈ રાઠોડ વગેરે તાલુકા પોલીસ સ્ટાફ જાેડાયેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews