જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણાં અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં અપાઈ છે. દરમ્યાન વિશ્વ મહિલા દિન નિમિત્તે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ. આર.બી.સોલંકી, ડીઆઈજી કચેરીના મનીષાબેન ભરાડ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા સત્યમ સેવા મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજા, દાતાર જગ્યાના ટ્રસ્ટી બટુકબાપુ, અંધ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી મુકેશગીરી મેઘનાથી સહિતના આગેવાનોના સહકારથી અંધ કન્યા છાત્રાલયની બહેનો સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહિલા પોલીસ અધિકારીઓ તથા અંધ કન્યા છાત્રાલયની બહેનોની કામગીરીને બિરદાવાઈ હતી. વિશ્વ મહિલા દિન નિમિત્તે જૂનાગઢ પોલીસ દ્વારા અંધ કન્યા છાત્રાલયની બહેનોને યાદ કરી આગેવાનો સાથે ઉજવણી કરતા તમામ બહેનોએ આભારની લાગણી વ્યક્ત કરેલ હતી અને તમામ પ્રજ્ઞાચક્ષુ બહેનો મહિલા પોલીસ અધિકારીના વહેવારથી ભાવવિભોર થયેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ જાેષી, દક્ષાબેન જાેષી, મનોજભાઈ સાવલિયા, સહિતનાએ જહેમત ઉઠાવી હતી. જૂનાગઢ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ સેટ્ટી દ્વારા પણ અંધ કન્યા છાત્રાલયની બહેનો સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી સંવેદનાપૂર્ણ કાર્યવાહી કરવા બદલ જૂનાગઢ પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ સ્ટાફ દ્વારા અંધ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ બહેનો સાથે ઉજવણી કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews