બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના વરદહસ્તે દીક્ષા લેનાર અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ ગુરૂહરી મહંતસ્વામી મહારાજના અતિ કૃપાપાત્ર અને સાધુતાએ સંપન્ન વડીલ સંત પૂ.યોગીસ્વરૂપ સ્વામી તા.૮-૩-ર૦૨૧ સોમવારે સાંજે ૪.૩૦ કલાકે હાર્ટ એટેક આવવાને કારણે ૭૨ વર્ષની વયે ધામમાં પધાર્યા છે. રાજકોટમાં શરૂઆતના સમયમાં ખૂબજ વિષમ પરિસ્થિતિમાં પણ ૩૮ વર્ષ સુધી સેવા કરીને શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરી સત્સંગનો અનેરો વિકાસ કર્યો હતો. ત્યારબાદ છેલ્લા ૮ વર્ષથી જૂનાગઢ મંદિરમાં મહંત તરીકે સેવા આપી રહ્યા હતા. સેવા, સાદગી, સંયમ અને સમજણ જેવા અનેક ગુણોથી સંતો – ભક્તોનો રાજીપો મેળવનાર આદર્શ સંતની વિદાયથી બીએપીએસ સંસ્થાને બહુ મોટી ખોટ પડી છે. પ.પૂ. મહંતસ્વામી મહારાજે પણ તેઓની સેવા-ભક્તિને બિરદાવી આશીર્વાદ પાઠવ્યા છે. પ.પૂ. મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી તેઓનાં અંતિમ દર્શન વ્યવસ્થાનું આયોજન જૂનાગઢ ખાતે તા.૮-૩-ર૦ર૧, સોમવારે રાત્રે ૮ થી ૧૦ દરમ્યાન કરાયુું હતું. જયારે રાજકોટ ખાતે અંતિમ દર્શન લાભ તા.૯-૩-૨૧,મંગળવાર, એકાદશી સવારે ૭ થી ૯ અને મહાતીર્થધામ અક્ષરમંદિર ગોંડલ ખાતે અગ્નિસંસ્કાર વિધિ ૧૧થી ૧૨ કલાકે કરાઈ હતી. કોરોનાની પરિસ્થિતિને કારણે ગોંડલ મુકામે અતિ પ્રાસાદિક અક્ષરઘાટ ખાતે યોજાયેલ અગ્નિસંસ્કાર વિધિમાં કોઈ હરિભક્તો જાેડાયેલ નહીં અને કેવળ સંતોની સંનિધિમાં જ વિધિ સંપન્ન થઈ હતી તેમ રાજકોટ અને જૂનાગઢ સંતમંડળ વતી સેવક બ્રહ્મતીર્થદાસ અને સેવક ધર્મવિનયદાસની યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews