જૂનાગઢ ભવનાથ ખાતે ચાલુ સાલે કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને વહીવટી તંત્ર દ્વારા મહા શિવરાત્રી મેળો બંધ રાખવા ર્નિણય કરવામાં આવેલ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પણ જૂનાગઢ પોલીસને સૂચના આપી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સર્કલ પીઆઈ પી.એન.ગામેતી, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા અને સ્ટાફના રામદેભાઈ, ભીમાભાઈ, રાજુભાઇ ઉપાધ્યાય સહિતની ટીમ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી મહા શિવરાત્રી મેળો બંધ રાખવામાં આવેલ હોય માત્ર સાધુ-સંતો દ્વારા જ પરંપરાગત રીતે મેળાની ઉજવણી કરવાની હોય શ્રદ્ધાળુઓને તથા લોકોને મેળામાં આવવા ઉપર પ્રતિબંધ હોય બિનજરૂરી ભીડ ન થાય એ માટે મહાશિવરાત્રી મેળામાં નહીં આવવા માટે અપીલ કરવામાં આવેલ છે. મહાશિવરાત્રી મેળો ચાલુ સાલે બંધ હોવાથી કોઈને ભવનાથ વિસ્તાર કે તળેટીના રૂટ ઉપર ભાવિકોને પ્રવેશ આપવામાં આવનાર નથી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મહાશિવરાત્રી બંદોબસ્તમાં રહેલ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન એક સુરદાસ વ્યક્તિ રોડ ઉપર હાથ ઊંચા કરતા હતા પણ કોઈ વાહનવાળા ઉભા રાખતા ના હોય, પોલીસ ટીમ દ્વારા પૂછપરછ કરતા, ભરૂચ શહેરના નીલકંઠનગર વિસ્તારમાં રહેતા યજ્ઞેશભાઈ મોદી (મો. ૯૯૨૫૯ ૬૪૧૩૯) કે જેઓ ભરૂચ ખાતે નાડી વૈદ્ય, કુદરતી ઉપચાર, એક્યુપ્રેશર, વિગેરે જેવા સેવાના કાર્યો કરતા સુરદાસ પ્રજ્ઞાચક્ષુ જૂનાગઢ જૈનના કાર્યક્રમમાં આવેલ હતા. તેમને ભરૂચ જવાનું હોઈ, જૂનાગઢ આવ્યા પછી તેઓને જાણવા મળેલ કે, પબ્લિક માટે પ્રવેશ બંધ છે. ધાર્મિક કાર્યક્રમમાં આવેલ પ્રજ્ઞાચક્ષુ યજ્ઞેશભાઈ મોદી મુંઝાયા હતા. તેમને પોલીસ ટીમ દ્વારા પૂછવામાં આવતા, તેમણે ભરૂચ જવા માટે એસટી બસ સ્ટેન્ડ જવાનું હોવાનું જણાવેલ હતું. ભવનાથ પોલીસ ટીમ દ્વારા પ્રજ્ઞાચક્ષુ યજ્ઞેશભાઈ મોદીને એસટી સ્ટેન્ડ પહોંચાડી એસટી બસમાં રિઝર્વેશન કરાવી આપી ભરૂચ જવાની વ્યવસ્થા કરાવી હતી. ભરૂચના પ્રજ્ઞાચક્ષુ યજ્ઞેશભાઈ મોદી દ્વારા જૂનાગઢ પોલીસે માનવતાભર્યું વલણ અપનાવવા તથા સહિષ્ણુતા દાખવવા બદલ ભરૂચ પહોંચી જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રી મેળામાં લોકોને પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા માનવતાભરી તથા સહિષ્ણુતા દાખવી, લોક ઉપયોગી કાર્યવાહી કરી, પ્રજ્ઞાચક્ષુ યજ્ઞેશભાઈ મોદીને ભરૂચ પહોંચાડવા વ્યવસ્થા કરી, માનવતાનું ઉદાહરણ પુરૂ પાડવામા આવેલ હતું. હાલના સંજાેગોમાં કોરાના વાયરસના સંક્રમણ અટકાવવા વહીવટી તંત્ર દ્વારા લોકોના હિતમાં મહાશિવરાત્રી મેળો બંધ રાખવામાં આવેલ હોય જૂનાગઢ પોલીસ દ્વારા આયોજન કરી લોકોને ભવનાથ વિસ્તારમાં પ્રવેશ કરવા ફરમાવેલ પ્રતિબંધની જાણ કરી જૂનાગઢ પોલીસે સકારાત્મક કાર્યવાહી કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવામાં આવી રહ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews