રેન્જ ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના મુજબ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ.ભાટી, પીએસઆઈ આર.કે.ગોહિલ અને સ્ટાફે હાથ ધરેલ તપાસ દરમ્યાન એલસીબી પીઆઈ ડી.જી.બડવા અને દિવ્યેશકુમાર ડાભીને મળી હતી કે, કણજાધારના પેટ્રોલ પમ્પના માલિક સાથે રૂા. ર૮ લાખની છેતરપિંડી કરનાર શખ્સ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પંચવટી ગામે છે. એલસીબી ટીમે પંચવટી ગામે જઈ હાર્દિક હિરાભાઈ મોરડીયા પટેલ (ઉ.વ. ૩૭, રહે. સુરત, મુળ રહે. નીંગાળા, જિ. બોટાદ)ને દબોચી લીધો હતો. તેની પુછપરછમાં રૂા.૩ લાખ પિતાજીના ઓપરેશનમાં, રૂા. ૬ લાખ અરૂણભાઈ વાઢેરને હાથ ઉછીના લીધા હતા તે પરત કર્યા, રૂા.૧ લાખ મંદિરમાં દાન, રૂા.૪ લાખ અંગત ખર્ચ, ૪.૭૦ લાખની કાર ખરીદી તથા રૂા.૧.૭૦ લાખ સોનાના દાગીના ખરીદયા હતા અને કણજાથી ભાગી ગયેલ ત્યારે હિસાબના રૂા. પ.૩૮ લાખ અંગત ખર્ચમાં વાપરી નાખ્યાની કબુલાત આપી છે. આરોપી પાસેથી રૂા. ૬૧ હજાર રોકડા, ૧,ર૬,૦૦૦ના દાગીના, ૪,પ૦,૦૦૦ની કાર સહિત કુલરૂા. ૬,૩૭,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ આરોપીને પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ ઉપર લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews