વિશ્વ મહિલા દિવસ નિમિતે અમદાવાદ શહેરની માફક જૂનાગઢ શહેરમાં પણ દરેક ટ્રાફિક પોઈન્ટ ઉપર મહિલા પોલીસે ટ્રાફિક નિયમન કરીને અનોખો અનુભવ મેળવ્યો હતો. વાહન ચેકિંગ, ટ્રાફિકના નિયમનનું પાલન કરાવતી ૧૫૦ મહિલા પોલીસએ શહેરના અલગ અલગ પોઈન્ટ ઉપર મુકવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે મહિલા દિવસ નિમિતે મેગા સીટી અમદાવાદની માફક જૂનાગઢ પોલીસે એક નવો અભિગમ અપનાવ્યો છે, શહેરમાં જ્યાં પુરૂષ પોલીસકર્મીઓ ટ્રાફિક નિયમનનું પાલન કરાવતા હતા તેવા મહત્વના તમામ પોઈન્ટ કાળવા ચોક, ગાંધીચોક, મોતીબાગ, આઝાદ ચોક, તળાવ દરવાજા, એસટી બસ સ્ટેન્ડ ચોક સહિતના પોઈન્ટ ઉપર ૧૫૦ જેટલી મહિલા પોલીસે ફરજ બજાવીને શહેરના તમામ ટ્રાફિક નિયમનને હાથમાં લીધું હતું. જૂનાગઢમાં ૩૦ ટકા મહિલા પોલીસકર્મીઓ ફરજ બજાવે છે અને વધુને વધુ મહિલાઓ પોલીસ ભરતીમાં જાેડાય તેવી તેમણે અપીલ કરી હતી.
ફરજ ઉપર રહેલી મહિલા પોલીસ કર્મીઓએ જણાવ્યું કે, આજે તેમણે એક અનોખો અનુભવ કર્યો હતો અને ટ્રાફિક નિયમન કરીને સાથે વાહન ચેકિંગથી લઈને તમામ જવાબદારી નિભાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews