જૂનાગઢમાં લવ જેહાદનાં કિસ્સામાં હિન્દુ સમાજનાં આગેવાનોએ જીલ્લા પોલીસવડાને રોષપૂર્ણ આવેદન આપ્યું

0

જૂનાગઢમાં ગઈકાલે જીલ્લા પોલીસવડાની કચેરી ખાતે વિધર્મી લગ્ન મુદ્દે હલ્લાબોલ મચતા દોડધામ મચી જવા પામી હતી. સિન્ધી સમાજની એક યુવતીને જૂનાગઢનાં લઘુમતી શખ્સે મોહજાળમાં ફસાવી મેરેજ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરવાની પ્રક્રિયા હાથ ધરતા આ વિધર્મી લગ્નને અટકાવવા જૂનાગઢ સિન્ધી સમાજ, ગિરનાર સાધુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનાં કાર્યકર્તાઓએ આ લગ્ન અટકાવવા જૂનાગઢ જીલ્લા પોલીસવડાને રજુઆત કરી હતી. સિન્ધી લોહાણા (રિયાસત) જનરલ પંચાયત, જૂનાગઢના કાળુભાઈ સુખવાણી, કોર્પોરેટર કિશોરભાઈ અજવાણી અને વિરભાણ આહુજાએ ગઈકાલે જૂનાગઢ જીલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી સિન્ધી સમાજની યુવતી જયોતિ મોતીલાલ વધાવાને મુસ્લિમ ફકીર સમાજના જહાંગીરશા રજાકશા શાહમદારનાં કબ્જામાંથી મુકત કરી મેરેજ રજીસ્ટ્રાર કચેરીમાં જે લગ્ન નોંધણી કરાવી છે તે તાત્કાલીક અસરથી રદ કરાવી વિધર્મં લગ્ન રોકવા માંગણી કરાવી હતી. હિન્દુ સમાજની દિકરીને મોહજાળમાં ફસાવી લવ જેહાદ અટકાવવા ગઈકાલે સમગ્ર સિન્ધી સમાજનાં આગેવાનો સાથે ગિરનાર સાધુ મંડળના ઈન્દ્રભારથીબાપુ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળનાં કાર્યકર્તાઓ જૂનાગઢ જીલ્લા પોલીસવડાની કચેરીએ ધસી જઈ ઉગ્ર રજુઆત કરતાં એસપી રવિતેજા વાસમશેટ્ટીએ લોકરોષ જાેઈ કચેરીની બહાર આવી ખાત્રી આપી હતી કે, યુવતીને શોધી બે દિવસમાં તેના પરિવારને સોંપવા પોલીસે સઘન પગલા લીધા છે.
પોલીસવડાની ખાત્રી બાદ મામલો શાંત પડયો હતો. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સિંધી યુવતિનાં માતા-પિતા હયાત નથી. આ યુવતિની મિલ્કત વેંચી નાંખી પૈસા પડાવવાનું ષડયંત્ર છે. ઉપરાંત ભગાડી જનાર શખ્સે તાંત્રિકવિધી કરી યુવતીને કબ્જામાં રાખતા પોલીસ સક્રિયતા દાખવી ન્યાય નહીં આપે તો કોમકોમ વચ્ચે વૈમનસ્ય વધી જવાની આશંકા પણ વિશ્વ હિન્દુ પરિષદે દર્શાવી તત્કાલ યુવતીનો કબજાે તેના વાલી એવા કાકાને સોંપવા માંગણી કરી છે. ઉત્તરપ્રદેશમાં, મધ્યપ્રદેશમં લવ જેહાદનો કાયદો અમલી બન્યો છે અને હિન્દુ દિકરીઓને કાયદાનું જબરૂ રક્ષણ મળ્યું છે. ગુજરાતમાં આ કાયદો લાગુ થવા ચક્રો ગતિમાન બન્યા છે પણ તે પહેલા આવ લવ જેહાદનાં કેસો અટકશે નહીં તો આગામી દિવસોમાં કેટલીય હિન્દુ યુવતીઓને ફસાવી દેશે. પોલીસની દરમ્યાનગીરીથી મામલો થાળે પડયો છે પણ ગુજરાત વિધાનસભામાં વિધર્મી લગ્ન સામેનો કાયદો તત્કાલ પસાર થાય તેવું હિન્દુ સમાજ ઈચ્છી રહયો છે તેમ આવેદન પત્રમાં જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews