ચેક રીર્ટન કેસમાં ફરાર આરોપી સામે જૂનાગઢ કોર્ટે કડક ચુકાદો આપ્યો

0

સજાના હુકમથી બચવાવાળા વિરૂધ્ધ કાનુનનાં લાંબા હાથ હોવાની પ્રતિતી કરાવતા કોર્ટનાં ચુકાદાઓ જાેવા મળે છે. ત્યારે જૂનાગઢ તેમજ આસપાસનાં વિસ્તારમાં રસપ્રદ બનેલ કિસ્સા વાળા કેસની હક્કિત એવી છે કે, જૂનાગઢનાં પ્રતિષ્ઠીત વેપારી પાસેથી આરોપી જતીન મગનભાઈ સોઢાએ હાથ ઉછીની મોટી રકમ લીધલ. આ રકમ પરત ચુકવવા ચેકો આપેલા હતા. આ ચેક પરત ફરતા ફરીયાદીએ જૂનાગઢની ચીફ જયુડી.મેજીસ્ટ્રેટની કોર્ટમાં ફરીયાદો દાખલ કરેલ હતી. પરંતુ ચુકાદો આવતા પહેલા જતીન સોઢા નાસતો ભાગતો થઈ જતા ફરીયાદીનાં એડવોકેટ ઉદય ડી. રૂપારેલીયા, પંકજ ગેવરીયા તથા સીનીયર ધારાશાસ્ત્રી ડી.ડી. રૂપારેલીયાની રજૂઆતોને ધ્યાને લઈ ન્યાયાધીશ એચ.આર. પટેલ દ્વારા આરોપીની ગેરહાજરીમાં આરોપીને બંને કેસોમાં એક કેસમાં એક વર્ષની કેદની સજા તગા બીજા કેસમાં બે વર્ષની કેદની અલગ અલગ સજાનો હુકમ ફરમાવી જીલ્લા પોલીસ અધિકારીને ક્રિ.પ્રો. કોડની કલમ-૭૦ મુજબનું પકડ વોરંટ બજાવવા મોકલેલ હતું. દર માસની પહેલી તારીખે આ વોરન્ટની બજવણી અર્થે શું પગલા લીધા તેની જાણકારી આપવાનો આદેશ આપેલ હતો. તેમજ ક્રિ.પ્રો. કોડની કલમ-૪ર૧ મુજબ ફરીયાદીને વળતરની રકમ જમીન મહેસુલની રકમ તરીેકે વસુલ કરવા જૂનાગઢ કલેકટરને આદેશ આપેલ હતો. અદાલત દ્વારા આરોપી વિરૂધ્ધ લાલ આંખ કરી. આરોપી વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી ઉપરોકત સખત પગલા લેવા આદેશ આપતા, હુકમની બજવણી ટાળતા આરોપીઓમાં આ ચકચારી ચુકાદાથી ખળભળાટ મચેલ છે.
ફરીયાદી તરફે યુવા ધારાશાસ્ત્રી ઉદય ડી. રૂપારેલીયા, પંકજ ગેવરીયા તથા સીનીયર ધારાશાસ્ત્રી ડી.ડી. રૂપારેલીયા રોકાયેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!