જૂનાગઢ મહાનગરપાલિકાની આજે ર૦ર૧-રરનું અંદાજપત્ર બજેટ નવા એકપણ કરવેરાનું ભારણ નહીં નંખાય તેવા નિર્દેશો

0

જૂનાગઢ મનપાનું આજે અંદાજપત્રીય બજેટ રજુ થવાનું છે. આ બજેટમાં લોકોને રાહતરૂપ અનેક પગલા ભરવામાં આવશે તેમજ વિકાસલક્ષીબજેટ રજુ થાય તેવી શકયતા છે.
જૂનાગઢ મનપામાં ભારતીય જનતા પાર્ટીમાં શાસનકાળમાં અને મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે.મેયર હિંમાશુ પંડયા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશીયા, શાસકપક્ષના નેતા નટુભાઈ પટોળીયા, દંડક ધરમણભાઈ ડાંગર અને શાસકપક્ષની ટીમ દ્વારા આ બીજા વર્ષે પણ અંદાજપત્રીય બજેટ રજુ કરશે.
જૂનાગઢ મનપાનાં કમિશ્નર દ્વારા વર્ષ ર૦ર૧-રરનું બજેટ તૈયાર કરી અને સ્ટેન્ડીંગ કમિટીને આપવામાં આવેલ હતું. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશીયા અને કારોબારી સભ્યોની ટીમ અને શાસકપક્ષની ટીમ દ્વારા આ બજેટમાં સુધારા વધારા કરી લોકભોગીય બજેટ બનાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આજે સ્ટેન્ડીંગ કમિટી દ્વારા બપોરનાં ૧ કલાકે અંદાજપત્રીય બજેટ રજુ કરવામાં આવી રહેલ છે. અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રજુ કરવામાં આવનાર ર૦ર૦-ર૧નાં નાણાંકીય બજેટમાં નવા કરવેરા નાંખવામાં આવ્યા ન હોવાનું જાણવા મળેલ છે.
કોરોનાનાં સંક્રમતિકાળમાં ધંધા-રોજગારને ખુબજ ગંભીર અસર પહોંચી હોય જેને લઈને કરવેરાનું આ બજેટ રજુ થવા જઈ રહયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews