કોરોનાની વિલનગીરીને પગલે ભવનાથ ક્ષેત્ર ભાવિકો વિના લાગે સુનકાર !

0

જૂનાગઢ નજીક આવેલ આ ભવનાથનું ભવ્ય પ્રવેશદ્વાર છે કુદરતી રળીયામણું, સંતોનાં દર્શન, ધાર્મિક જગ્યાએ અને ઉંચો ગઢ ગિરનાર એક પવિત્ર વાતાવરણ ઉભુ કરે છે. વર્ષનાં દરેક દિવસ અહીં માનવ મહેરામણ ઉમટી પડે છે. ખાસ કરીને શિવરાત્રીનાં દિવસોમાં તો અહીં પગ મુકવાની પણ જગ્યા રહેતી નથી પરંતુ આ વર્ષે કોરોનાની વિલીનગીરીને પગલે ભવનાથ ક્ષેત્ર આજે ખાલીખમ અને સુનકાર જાેવા મળે છે. આ વર્ષે તકેદારીનાં રૂપે ભવનાથ ખાતે યોજાતો શિવરાત્રીનો મેળો ફકતને ફકત સંતો માટે જ રહયો છે. ભાવિકોને પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. જેનાં કારણે શિવરાત્રી મેળાનાં ત્રીજા દિવસે મેળાનો વિસ્તાર એટલે કે ભવનાથ ક્ષેત્ર ખાલીખમ લાગે છે. બજારો સુની લાગે છે અને કયાંક છુટા છવાયા કોઈ ભાવિક જાેવા મળી રહયા છે. એકંદરે નિરંતર શાંતિ પર્વતી રહી છે. ભવનાથ મહાદેવને આપણે સૌ પ્રાર્થના કરીએ કે
હે દેવાધીદેવ કોરોનાાની મહામારીમાંથી સમગ્ર વિશ્વને મુકત કરાવો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews