જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં ગત રવિવારે ભવનાથ મહાદેવને ધ્વજરાહોણ કરાયા બાદ શિવરાત્રી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કોરોનાનાં સંકટકાળમાં આ વખતનો મેળો ફકતને ફકત સંતોનો મેળો જ બની રહયો છે. વર્ષો જુની ધાર્મિક પરંપરાને જાળવી રાખવા માટે દરેક ધાર્મિક કાર્યક્રમો ધ્વજારોહણ પૂજન, ધુણાઓની આગ પ્રગટી ચુકી છે. રવાડી સરઘસ, ભવનાથ મહાદેવની મહાપૂજા સહિતનાં કાર્યક્રમો ભાવભેર અને ઉત્સાહભેર યોજવામાં આવશે અને જે અંગેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભવનાથ ખાતે યોજાતાં શિવરાત્રી મેળાનો આજે ત્રીજાે દિવસ છે. કોરોનાને લઈને આ વર્ષે ભાવિકોને ભવનાથ ક્ષેત્રમાં અને શિવરાત્રીનાં મેળામાં પ્રવેશ આપવામાં આવેલ નથી. સંતો, વહીવટીતંત્ર અને સરકારશ્રીનાં સુચન મુજબ ધાર્મિક પરંપરા જળવાય રહે તે માટે આ વર્ષે મેળો યોજાયો છે. જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ જીલ્લા પોલીસતંત્ર દ્વારા તકેદારીનાં સંપુર્ણ પગલા લેવાઈ રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews