જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, ગત તા.૮મી માર્ચથી તા.૧૧ માર્ચ સુધી ગર્વમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ જૂનાગઢ ખાતે ડોકયુમેન્ટ વેરીફિકેશન કેમ્પનું આયોજન કરાયું છે. આર.એસ. ઉપાધ્યાયએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતી ગાંધીનગર દ્વારા બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી ર૦ર૧ અન્વયે ડોકયુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા તા.૮ માર્ચથી શરૂ કરવામાં આવી છે. જે અન્વયે જૂનાગઢ જીલ્લામાં ડોકયુમેન્ટ વેરીફિકેશન કરવા માટે કુલ ૪૯પ ઉમેદવારો નોંધાયેલ છે. આ પ્રક્રિયા માટે આર.એસ. ઉપાધ્યાય દ્વારા ૩ ટીમની રચના કરવામાં આવેલ છે. આ પ્રક્રિયા ૪ દિવસ ચાલું રહેશે જે અન્વયે દરરોજ ૧૬૦ ઉમેદવારીને ડોકયુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવી રહ્યા છે. જેમાં ર-ર કલાકનાં ૪ સ્લોટ પાડી દરેક સ્લોટમાં ફકત ૪૦ ઉમેદવારોને જ ડોકયુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવેલ જેથી હાલની કોવિડ-૧૯ની પરિસ્થિતીની અનુસાર સામાજીક અંતરનાં નિયમોનું પાલન કરી શકે તે માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. આ વેરીફિકેશનની કામગીરી સવારનાં ૮ વાગ્યાથી સાંજે ૬ સુધી ચાલે છે. જેમાં જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયનાં માર્ગદર્શનથી રચના કરાયેલ ૩ ટીમમાં જીલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં એજયુકેશન ઈન્સપેકટર રણવિરસિંહ પરમાર, મુકેશભાઈ મહેતા, એલ.વી. કરમટા તેમજ પ્રમોદભાઈ વાઘેલા અને સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે. આર.એસ. ઉપાધ્યાયએ વધુમાં જણાવેલ કે, આ કેમ્પમાં તા.૮નાં રોજ ૧૬૦ ઉમેદવારોને બોલાવવામાં આવેલ છે. તેમાંથી ૧ર૪ હાજર રહેલ અને તા.૯નાં રોજ ૧૬૦ બોલાવવામાં આવેલ હતા અને ૧૪૧ હાજર રહેલ હતા અને આજે પણ ૧૬૦ ઉમેદવારોને બોલવવામાં આવેલ હતા અને આ કેમ્પ આવતીકાલે તા.૧૧નાં રોજ સંપન્ન થશે. વેરીફિકેશનની કામગીરી દરમ્યાન માનવતાવાદી અભિગમ સાથે દિવયાંગ અને નાના બાળકો સાથે આવેલ મહિલા ઉમેદવારોને અગ્રતાક્રમ આપીને તેઓનાં ડોકયુમેન્ટનું વેરીફિકેશન કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી તા.૧૧ માર્ચ સુધી ચાલનાર હોવાનું અંતમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews