જૂનાગઢ શહેરની ડબ્બાગલીમાં મકાનનાં રીપેરીંગ દરમ્યાન બાલ્કની અને દિવાલ તુટી પડતાં દબાઈ ગયેલા ૧ મજુરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું છે. જયારે ૩ મજુરોને ઈજા થતાં સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ શહેરની ડબ્બાગલીમાં એક મકાનના રીપેરીંગનું કામ ચાલી રહયું હતું. ૪ મજુરો રીપેરીંગ કામગીરી કરી રહયા હતા. દરમ્યાન ધડાકાભેર બાલ્કની તુટી પડતા દિવાલ પણ તુટી પડી હતી અને બાલ્કની અને દિવાલ ઉપર કામ કરતા મજુરો ઉપર પડી હતી. જેમાં ચારેય દબાઈ ગયા હતા. દરમ્યાન અશોકભાઈ જમનભાઈ ચુડાસમા નામના પ૦ વર્ષીય આધેડનું ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. જયારે ચિન્ટુ હરેશભાઈ (ઉ.વ.૧૯), પ્રશાંત દિનેશભાઈ (ઉ.વ.રપ) અને દર્શિત જેન્તીભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
દરમ્યાન સ્થાનિક લોકોમાં થતી ચર્ચા મુજબ આ જર્જરીત મકાન ૧પ દિવસ પહેલા પણ તુટી પડયું હતું. પરંતુ સદનસીબે વહેલી સવારે દુર્ઘટના સર્જાતા જાનહાની થઈ ન હતી. દરમ્યાન જૂનાગઢ શહેરમાં આવા તો અનેક જર્જરીત મકાનો છે જે મોત બનીને ઝળુંબી રહયા છે. ત્યારે જૂનાગઢ મનપા દ્વારા આવા મકાનોને ઉતારી લેવાની કામગીરી કરવી જાેઈએ તેવી પણ સ્થાનિક લોકોએ માંગ કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews