આવતીકાલે મહાશિવરાત્રી : ભવનાથ ખાતે રવાડી સરઘસ, મૃગીકુંડમાં સ્નાન અને મહાપુજા

0

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્રમાં ભવનાથ મહાદેવને નોમનાં દિવસે ધ્વજારોહણ કરાયા બાદ શિવરાત્રી મેળાનો શુભારંભ થયો હતો. આ મેળો આજે ચોથા દિવસે અંતિમ ચરણમાં પ્રવેશી ગયો છે. અને આવતીકાલે શિવરાત્રીના મહાપર્વ પ્રસંગે રવાડી સરઘસ, ભવનાથ મહાદેવની મહાપુજા બાદ મેળાની પુર્ણાહુતિ થવાની છે. જેને લઈને સંતો દ્વારા આખરી તૈયારી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર દ્વારા પણ બંદોબસ્તની તૈયારીઓ થઈ રહી છે.
ભવનાથ મહાદેવનાં સાનિધ્યમાં દર વર્ષે પાંચ દિવસનો શિવરાત્રીનો મેળો યોજાય છેં. આ પાંચ દિવસ ભજન-ભોજન અને ભકિતની ત્રિવેણી સંગમ વહેતી રહે છે. લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. અહીં આવનારા ભવિકો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આ વર્ષે કોરોનાની વિલનગીરી વચ્ચે શિવરાત્રી મેળો સરકારશ્રીનાં માર્ગદર્શન અને સુચના મુજબ યોજવામાં આવ્યો છે. ફકત સંતોનો મેળો છે. જેમાં આમ નાગરીકને પ્રવેશબંધી છે. કોરોનાનાં ખતરા વચ્ચે આ વર્ષે શિવરાત્રી મેળો ધાર્મિક પરંપરા જીવંત રાખવા મેળો યોજાઈ રહયો છે. રવિવારે ધ્વજારોહણ બાદ શિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો. સંતો માટે જ આ વર્ષે આ મેળો રહયો છે. સાધુ-સંતો, મહંત, શ્રીમહંત, મંડલેશ્વર મહામંડલેશ્વરનાં આર્શિવાદ અને ઉપસ્થિતિ વચ્ચે શિવરાત્રીનો આ મેળો આજે ચોથા દિવસમાં પ્રવેશી ગયો છે. આવતીકાલે રવેડી સરઘસ યોજાશે. અને મેળાની પૂર્ણાહુતી થશે. ભવનાથ ક્ષેત્રમાં જુદા- જુદા અખાડામાં સંતો, આસન ગ્રહણ કર્યા છે. આ ઉપરાંત ભવનાથ જુદા-જુદા વિસ્તારોમાં રવાડીના રૂટ ઉપર ધુણા ધખાવીને સંતો બેઠેલા નજરે પડે છે. અલખ નિરંજન, જય ભોલે, જય ગિરનારી અને હર હર મહાદેવનાં નાદ ગુંજી રહયા છે. જયારથી મેળો શરૂ થયો છે. અગાઉથી દિવસે – દિવસે શિવરાત્રીના મેળામાં નોંધપાત્ર ભાવીકોની સંખ્યામાં વધારો થતો રહયો છે. સૌ પ્રથમવાર આ વર્ષે મેળામાં કોરોનાનું ગ્રહણ ફરી વળતાં સંતો માટે જ મેળો યોજાયો છે અને લોકોને પ્રવેશ ઉપર મનાઈ ફરમાવી છે અને શિવરાત્રીનો મેળો લોકો ટીવીના માધ્યમથી ઘર આંગણે નિહાળી રહયા છે. ભવનાથ વિસ્તારમાં ભાવિકોની જુજ સંખ્યા જાેવા મળે છે. તેમાંય ખાસ કરીને જે સેવકો અને ભાવિકોને જરૂરીયાત મુજબ બોલાવવામાં આવ્યા હોય એ લોકો, વહીવટી તંત્રનાં કર્મચારીઓ, પદાધિકારીઓ તેમજ પોલીસ વિભાગ, વન વિભાગ, આરોગ્ય વિભાગ સહિતનાં જુદા-જુદા વિભાગોમાં ફરજ બજાવતા સ્ટાફ વગેરે જાેવા મળે છે અને પોતાની સેવા બજાવી રહયા છે. આજે શિવરાત્રી મેળો અંતિમ ચરણમાં પ્રવેશી ગયો છે અને આવતીકાલે શિવરાત્રીનું મહાપર્વ હોય આ દિવસે પરંપરાગત રીતે મધ્યરાત્રીએ નિકળતું રવાડી સરઘસ સંતોના માર્ગદર્શન હેઠળ યોજાશે. જેમાં આહવાન અખાડા, પંચ અગ્નિ અખાડા, જુનો અખાડો, આહવાન અખાડોના વરિષ્ઠ સંતો દ્વારા ગાયત્રી માતાજી, ગુરૂદત્તાત્રેય અને ગણપતિ મહારાજની પ્રતિમા પોત પોતાના અખાડાનાં ઈષ્ટદેવની પ્રતિમા રાખી અને તેમના આર્શિવાદ સાથે રવેડી સરઘસમાં જાેડાશે અને આ રવાડી સરઘસ નિર્ધારીત રૂટ ઉપર ફર્યા બાદ મૃગીકુંડ ખાતે પહોંચશે. સંતો દ્વારા મૃગીકુંડમાં સ્નાન અને ભવનાથ મહાદેવને મહાપુજા બાદ શિવરાત્રી મેળો સંપન્ન થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews