ગીર સોમનાથમાં લેન્ડ ગ્રેબિંગ એકટની પ્રથમ ગુનાના આરોપીની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

0

ગીર-સોમનાથ જીલ્લામાં લેન્ડ ગ્રેબીંગ અધિનીયમ હેઠળ નોંધાયેલ પ્રથમ ગુનાના આરોપીએ કરેલ આગોતરા જામીન અરજી ઉપર સેસન્સ કોર્ટ રદ હુકમ ફરમાવેલ છે. આ કેસની વિગતો આપતા જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવેલ કે, વેરાવળ તાલુકાના બાદલપરા ગામે સ.નં.ર૧ની હે.ર-૦૩-૩૬ ચો.મી. સરકારી પડતર જમીન ઉપર આશરે ચારેક વર્ષ પહેલા વાણીજય વપરાશ માટે ૧૭ દુકાનો તથા ૧ ર્સવિસ સ્ટેશનનું બાંધકામ કરી ભાડે આપી ભાડાની રકમ મેળવી ગુજરાત જમીન પચાવી પાડવાના ઉપર(પ્રતિબંધ) વિધયક ર૦ર૦ મુજબ ગુન્હો કર્યા અંગે બાદલપરા ગામના મીયાત પુંજાભાઇ કછોટ સામે પ્રભાસ પાટણ પોલીસમાં મામલતદાર ગ્રામ્ય શૈલેષભાઇ કલસરીયાએ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ નાયબ પોલીસ અધીક્ષક મુકેશકુમાર ઉપાધ્યાયએ હાથ ધરેલ છે. દરમ્યાન આ કેસના આરોપી મીયાત પુંજાભાઇ કછોટએ આગોતરા જામીન મેળવવા માટે વેરાવળની ત્રીજા એડી. સેસન્સ કોર્ટ સમક્ષ અરજી કરેલ જેની સુનાવણીમાં જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ સરકારી જમીન ઉપર બનાવેલી દુકાનો ભાડે આપી વર્ષોથી આવક મેળવતા હોવાનું તેમજ દુકાનદારોને આ બનાવની તપાસમાં અટકાવેલ તેમજ કાયદાઓને નેવે મુકી સરકારી જમીન ઉપર અતિક્રમણ કરી જમીન પચાવી પાડી તેના ઉપર દુકાનો બાંધી તેની જાગીર હોય તેમ ભાડેથી તથા વેંચાણ કરી ગેરકાયદેસર પ્રવૃતિને પ્રોત્સાહન આપેલ અને ભૂમાફીયાની પ્રવૃતિઓ આચરતા તત્વો માટે આવા આરોપીને આગોતરા જામીનના આપવા જાેઇએ તેવી દલીલોના આધારે જજ બી.એલ. ચોથાણીએ આરોપી મીયાત કછોટની આગોતરા જામીન અરજી ફગાવી દઇ નામંજૂર કરેલ હોવાનો હુકમ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews