જૂનાગઢમાં આવતીકાલે પ્રજ્ઞાચક્ષુ યુવક-યુવતી માટે પસંદગી મેળાનું આયોજન

0

જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયના સંયુકત ઉપક્રમે અંધ યુવક, યુવતિઓ માટેનો પ્રથમ પસંદગી મેળો યોજાશે. સ્થાનકવાસી જૈન સંઘની વાડી ખાતે ૧૪ માર્ચ રવિવારના સવારે ૯-૩૦ વાગ્યે યોજાનાર પસંદગી મેળાનું ઉદઘાટન મેયર ધીરૂભાઈ ગોહેલ, કમિશ્નર તુષાર સુમેરા, સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ લલીતભાઈ દોશી કરશે. ધારાસભ્ય ભીખાભાઈ જાેષીના અધ્યક્ષ સ્થાને યોજાનાર કાર્યક્રમમાં સંત જમનાદાસ બાપા (રામને ભજીલો, મોરબી) ઉપસ્થિત રહી આશિવર્ચન પાઠવશે. કાર્યક્રમમાં ગિરીશ કોટેચા, રીપલ વઘાસીયા, સંજય કોરડીયા, જયેશ ઉપાધ્યાય, રમેશ શેઠ, વિજયાબેન લોઢીયા, આધ્યશકિતબેન મજમુદાર, મંજુલાબેન પરસાણા, રૂપલબેન લખલાણી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ રહેશે. જયારે પી.ડી. ગઢવી, પરાગ કોઠારી, કાંતીભાઈ કિકાણી, નાગભાઈ વાળા સહિતના અનેક દાતાઓની પણ ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા મનસુખભાઈ વાજા અને તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews