રિલાયન્સનાં મુકેશ અંબાણી ઉપર જાનનું જાેખમ : તિહારની બેરેકના ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકીનો ફોન ટ્રેસ થયો

0

મુંબઈ સ્થિત એન્ટિલિયાની બહાર ઊભેલી સ્કોર્પિયોમાંથી જિલેટીનની સ્ટિક્સ મળવાના તાર દિલ્હીની તિહાર જેલ સાથે જાેડાયેલા છે. સુરક્ષા એજન્સીઓએ ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકીની બેરેકમાંથી મોબાઈલ ફોન સીઝ કર્યો છે. એક મીડિયાના અહેવાલ મુજબ, તિહારમાં ગુરૂવારે સાંજે ૬ વાગ્યાથી રાતે ૯ વાગ્યા સુધી રેડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, સુરક્ષા એજન્સીઓએ જેલ નંબર-૮માં રેડ કરી હતી. ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકી તહસીન અખ્તરની બેરેકમાંથી મોબાઈલ સીઝ કરવામાં આવ્યો છે. આ મોબાઈલમાંથી ટેલિગ્રામ ચેનલ એક્ટિવેટ કરવામાં આવી હતી. તહસીન અખ્તર પટનાના ગાંધી મેદાનમાં પીએમ નરેન્દ્ર મોદીની રેલીમાં બોમ્બ બ્લાસ્ટ, હૈદરાબાદમાં બ્લાસ્ટ, બોધગયા બોમ્બ બ્લાસ્ટમાં સામેલ રહ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews