સરકારી અધિકારીને ચૂંટણી કમિશ્નર તરીકે નિમણુંક આપવી બંધારણની મજાક : સુપ્રિમકોર્ટ

0

ગોવામાં ભાજપની સરકારે કાયદા સચિવને રાજ્યના ચૂંટણી કમિશનર તરીકેનું વધારાનું કાર્ય સોંપતા સુપ્રિમ કોર્ટે સખત નારાજગી દર્શાવી હતી. બેંચના જજાે રોહિન્ગટન, જજ બી.આર. ગવઈ અને ઋષિકેશ રોયે સરકારની ટીકા કરતા કહ્યુંકે, સરકારી અધિકારીઓને રાજ્યના ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક આપવી બંધારણની મજાક સમાન છે. સુપ્રિમ કોર્ટ ગોવા સરકાર દ્વારા દાખલ કરાયેલ અરજીની સુનાવણી કરી રહી હતી. સરકારે હાઇકોર્ટના આદેશને પડકાર્યો હતો. જેમાં હાઇકોર્ટે પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનો જેમાં માર્ગાઓ, માપુસા, મોર્મુગાઓ, સાંગેમ અને ક્યુપિમ હતી, તે ચૂંટણીઓ રદ્દ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews