ભદ્રંભદ્ર જેવી અમર હાસ્ય કૃતિના સર્જક રમણભાઈ નીલકંઠનો આજે જન્મ દિવસ

0

રમણભાઈ મહીપતરામ નીલકંઠ એ ગુજરાતી ભાષાની ભદ્રંભદ્ર જેવી અમર હાસ્ય કૃતિના સર્જક અને અગ્રણી સમાજસેવક હતા. રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક તેમના સન્માનમાં હાસ્ય લેખકોને અપાય છે. તેમનો જન્મ ૧૩ માર્ચ ૧૮૬૮નાં રોજ અમદાવાદ ખાતે રૂપકુંવરબા અને મહીપતરામ નીલકંઠને ત્યાં થયો હતો. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ અમદાવાદ ખાતે પૂર્ણ કર્યા બાદ, તેઓ પંદર વર્ષે મેટ્રિક પાસ કરી ગુજરાત કોલેજ, અમદાવાદ તથા એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઇમાં આગળ અભ્યાસ કર્યો હતો. ઇ.સ.૧૮૮૭ના વર્ષમાં તેમણે બી.એ.ની પદવી મુંબઇ વિશ્વવિદ્યાલય ખાતે એલ.એલ.બી. સુધીની પદવી પણ પ્રાપ્ત કરી હતી. તેમની દિકરીઓ વિનોદિની નીલકંઠ અને સરોજિની નીલકંઠ પણ જાણીતાં સામાજિક કાર્યકર તેમજ સાહિત્યકાર થયા હતા. બ્રિટિશ સરકાર દ્વારા તેમને પહેલા રાય બહાદુર અને પછી સરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમણે અમદાવાદના મેયર તરીકે પણ ફરજ બજાવી હતી. ૧૯૨૩માં અમદાવાદ રેડક્રોસની સ્થાપના થયા પછી તેઓ તેના પ્રથમ સેક્રેટરી બન્યા હતા. ૧૯૨૬માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા હતા. તેમની પ્રધાન કૃતિઓમાં ભદ્રંભદ્ર,(૧૯૦૦) શોધમાં જેવી નવલકથાઓ, રાઈનો પર્વત(૧૯૧૩) નામે નાટક, સરસ્વતીચંદ્રનું અવલોકન, હ્ય્દયવીણાનું અવલોકન જેવા વિવેચનો, વાર્તાઓ, કાવ્યો, હાસ્ય નિબંધો, ધર્મ અને સમાજ જેવા ચિંતન ગ્રંથો ગુજરાતી ભાષાને આપ્યા છે. કવિતા અને સાહિત્ય (૧૯૨૬) ચાર ગ્રંથોનો સંગ્રહ છે. વર્ષના આયુમાં તેમણે અનેકવિધ પ્રવૃતિઓ કરી ‘સકલ પુરૂષ’ તરીકે નામના મેળવી હતી. એક સમર્થ હાસ્યકારે કહ્યું છે, “ભદ્રંભદ્રના રચનારને પદભ્રષ્ટ કરી શકે તેવો મહાનુભાવ ગુજરાતની હાસ્યસૃષ્ટિમાં હજી જન્મ્યો નથી.” પોતાના ‘ભદ્રંભદ્ર’ પાત્ર દ્વારા ચિરંજીવ બનેલા રમણભાઇ આજે સવાસો વર્ષ પછી પણ ગુજરાતી સાહિત્યમાં માનભર્યું સ્થાન ધરાવે છે. જૂની મૂર્તિઓને પૂજ્યાં કરવું કે નવીન આચાર્યોને નમી પડવું બંનેથી રમણભાઇ દૂર હતા. ૬/૩/૧૯૨૮ના રોજ તેમનું અવસાન થયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!