જૂનાગઢમાં પત્નીના જન્મદિવસે રામ જન્મભૂમિ નિધિમાં ફાળો અર્પણ કરાયો

0

જૂનાગઢના અગ્રણી ધારાશાસ્ત્રી અજયભાઈ જાેબનપુત્રા દ્વારા તેના ધર્મપત્ની છાયાબેનના જન્મદિવસે રામજન્મભૂમિ નિર્માણ નિધિ અંતર્ગત રૂપિયા ૫, ૧૦૦ ની રકમનો ચેક વિશ્વ હિન્દુ પરિષદને અર્પણ કરી જન્મદિવસની ઉજવણીની અનોખી સામાજિક પહેલ કરી હતી. અજયભાઈ જાેબનપુત્રા અને તેમના ધર્મપત્ની છાયાબેને અંબિકાચોક ખાતે આવેલ અંબિકા માતાજીના મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સંદીપભાઈ પેથાણીને ચેક અર્પણ કર્યો હતો. આ તકે જુનાગઢ લોહાણા મહાજન પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, વોર્ડ નંબર ૧૦ ના કોર્પોરેટર હિતેન્દ્રભાઈ ઉદાણી, આરતીબેન જાેષી, એલએલએમનાં પ્રિન્સિપાલ ડો. નિરંજનાબેન મહેતા , રવિભાઈ કારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews