કેશોદમાં દુકાનદારો ઉપર હુમલો, અજાણ્યા શખ્સો સામે ફરીયાદની તજવીજ

0

કેશોદના માંગરોળ રોડ કરેણીયા બાપાના મંદિર પાસે વશીમ હનીફ બેલીમ તથા રમણીકલાલ વ્રજલાલ રૂપારેલીયા ચશ્માના સ્ટોલ દ્વારા પોતાની રોજગારી મેળવી રહ્યા છે ત્યારે વશીમ બેલીમના સ્ટોલે એક ગ્રાહક ચશ્મા લેવા આવેલ જે ગ્રાહકે સ્ટાફમાં છું એવું જણાવી મફત ચશ્માં આપવાની માંગણી કરી હોવાનું સ્ટોલ ધારકે જણાવ્યું હતું. મફત ચશ્મા આપવાની ના પાડતા અપશબ્દો બોલી સ્ટોલ બંધ કરાવવાની ધમકી આપી જતા રહેલ બાદમાં અન્ય લોકોને બોલાવી સ્ટોલ ધારકનો માલ સામાન વેરવિખેર કરી અગીયાર હજાર રોકડા તથા મોબાઈલ ઝુંટવી ઢોર માર મારેલ તેમજ અન્ય એક સ્ટોલ ધારક રમણીકલાલ વ્રજલાલ રૂપારેલીયાના સ્ટોલે પણ માલ સામાન વેરવિખેર કરી નાખી તેમને પણ માર મારતા બંને સ્ટોલ ધારકોને ૧૦૮ મારફત કેશોદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા. જ્યાં બંને સ્ટોલ ધારકોના નિવેદનો લીધા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews