જૂનાગઢ નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય જળ મિશન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

0

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય અંતર્ગત, જિલ્લા યુવા અધિકારીની કચેરી, નહેરૂ યુવા કેન્દ્ર જૂનાગઢ દ્વારા રાષ્ટ્રીય જળ મિશન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લાના ૧૫૦ યુવા ભાઇઓ/બહેનોએ ભાગ લીધો હતો. પાણી બચાઓ અને વરસાદનુ પાણી જમીનમાં ઉતારો આ વિષય ઉપર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. અને ઉપસ્થિત વક્તાઓ દ્વારા કાર્યક્રમને અનુરૂપ વકતવ્ય આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નહેરૂ યુવા કેન્દ્રના સ્ટાફ અને મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews