આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત માણાવદર પટેલ સમાજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં લોકો સહભાગી થયા હતા. આ પ્રસંગે ગાંધી ચોકથી પટેલ સમાજ સુધી પદયાત્રા યોજવામાં આવી હતી.
આ પ્રસંગે માણાવદર સહિત દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ અંગે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા આચાર્ય ભુપેન્દ્રભાઇ જાેષીએ વિસ્તૃત વકતવ્ય આપી લોકોએ સ્વયંભુ નિભાવેલી ભુમિકાથી સૌને પરિચય કરાવ્યો હતો. રાજુભાઇ દવે અને સાથી કલાકારોને ગાંધીજીના પ્રિય ભજનો રજૂ કર્યા હતા.
૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામથી માંડીને આઝાદી મેળવવા સુધીના સંગ્રામની ગાથા નવી પેઢી સમક્ષ ઉજાગર કરવા સહિતના ઉદેશ્ય સાથે ઐતિહાસિક દાંડી માર્ચ તા.૧૨ માર્ચ નિમિત્તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે માણાવદર નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન ગોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રવિણ ચૌધરી, પ્રાંત અધિકારી વી.ડી.સાકરીયા, અગ્રણી હરસુખભાઇ ગરાળા, નારણભાઇ સોલંકી, મામલતદારશ્રી બેરીયા, તાલુકા વિકાસ અધિકારી મોરી, પ્રાંત યુવા વિકાસ અધિકારી ઉપેન્દ્રસિંહ રાઠોડ સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જાેકે સ્થાનિક પ્રતિનિધિના જણાવ્યા મુજબ સરકારના આ કાર્યક્રમમાં લોકોની હાજરી બહુજ પાંખી જાેવા મળી હતી અને ખુરસીઓ ખાલી હતી તેવી ચર્ચા પણ લોક મુખે સાંભળવા મળી હતી અને મીડીયા વાળાને આ કાર્યક્રમથી દુર રખાયા હોવાનો પણ આક્ષેપ કરાયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews