જૂનાગઢમાં વર્ષ ર૦૧૮માં થયેલી એક હત્યાના બનાવનો આરોપી રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટયો હતો અને જામીનની અવધી પુરી થયા બાદ પણ જેલમાં હાજર થયો ન હતો. ૮ માસથી ફરાર આરોપીને સુરેન્દ્રનગર એલસીબીએ પાટડી તાલુકાના બજાણામાંથી ઝડપી લીધો હતો.
જૂનાગઢ શહેરનાં એ-ડીવીઝન પોલીસ મથકમાં વર્ષ ર૦૧૮માં નોંધાયેલા હત્યાના બનાવનો આરોપી પ૮ વર્ષીય હમીદશા ઉર્ફે અમીનશ વજીરશા રફાઈ રાજકોટ જેલમાં જેલવાસ ભોગવતો હતો. આરોપીએ જૂનાગઢ એડિશ્નલ સેશન્સ કોર્ટમાંથી વચગાળાના જામીન ઉપર છુટવા અરજી કરતા કોર્ટે તા.રર જાન્યુઆરી ર૦ર૦થી ૧ ઓગષ્ટ ર૦ર૦ સુધીના જામીન આપ્યા હતા. જેમાં તેણે તા.ર ઓગષ્ટના રોજ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ તે જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. આ શખ્સ પાટડી તાલુકાના બજાણા ગામે રહેતો હોવાની બાતમી સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલને મળી હતી. આથી તેમણે પીએસઆઈ વી.આર. જાડેજા, એન.ડી.ચુડાસમા, જુવાનસિંહ, દિલીપભાઈ સહિતનાએ બજાણા ગામે ધસી જઈ હમીદશા ઉર્ફે અમીનશા વજીરશા રફાઈને ઝડપી લીધો હતો. આઠ માસથી ફરાર આરોપીને ઝડપી લઈ હાલ બજાણા પોલીસ મથકના હવાલે કરાયો છે. જયાંથી તેને રાજકોટ જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews