ઘરફોડ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલતી વિસાવદર પોલીસ, આરોપી પાસેથી રૂા. ૪૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ ડિટેકટ કરી આરોપીઓને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરી જિલ્લાના તમામ થાણા અમલદારોને મિલકત વિરૂધ્ધનાં ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આરોપીઓને પકડી પાડવા ખાસ સુચનાઓ અપાઈ હતી. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના જાબુંડા ગામે તા. ૬-૩-૨૦૨૧ ના રોજ થયેલ ઘરફોડ ચોરીની કોશિષના ગુન્હામાં આરોપી ગૌતમ ઉર્ફે લાલો બાબુભાઇ સાગઠિયા(ઉ.વ. ૨૫ રહે. જાબુંડા, તા. વિસાવદર જી. જૂનાગઢ હાલ રહે. ઓમનગર, વરૂડી કોમ્પ્લેક્ષ, રાજકોટ)ને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.પટેલ, એએસઆઈ કે.ડી.મારૂ અને સ્ટાફનાં વિમલભાઈ, અવિનાશભાઈ, પુનાભાઈની ટીમ દ્વારા પકડી પાડી ધરપકડ કરવામાં આવેલ છે વિસાવદર પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપી ગૌતમ ઉર્ફે લાલો બાબુભાઇ સાગઠિયાની વધુ સઘન પૂછપરછ કરવામાં આવતા ઘરફોડ ચોરીની કોશિષ ઉપરાંત, જાબુંડા ગામે ગઈ તા. ૧૧-૩-૨૦૨૧ ના રોજ ફરિયાદી સંદીપભાઈ ઉર્ફે સુભાષભાઈ જયંતીભાઈ જાેટાંગિયાંના મકાનમાંથી કરવામાં આવેલ રૂા. ૪૦,૦૦૦ રોકડાની ઘરફોડ ચોરીના ગુન્હાની પણ કબૂલાત કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા ઘરફોડ ચોરીમાં ગયેલ તમામ રોકડ રૂા. ૪૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આમ, વિસાવદર પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના બે ગુન્હાઓ શોધી કાઢી, તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.પોલીસ દ્વારા પકડાયેલ આરોપી ભૂતકાળમાં કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ? કોઈ ગુન્હામાં વોન્ટેડ છે કે કેમ ? આ પહેલાં કેટલી વાર ધરપકડ કરવામાં આવેલ છે ? ઘરફોડ ચોરી તથા વાહન ચોરીનો મુદ્દામાલ કયા રાખવામાં આવેલ છે ? વિગેરે મુદાઓ સબબ પુછપરછ હાથ ધરી નામદાર કોર્ટમાં રજૂ કરી ૧ દિવસનાં પોલીસ રીમાન્ડ ઉપર મેળવી કોર્ટ હવાલે કરી વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઈ એન.આર.પટેલ તથા સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!