જૂનાગઢ જેલમાંથી વચગાળાનાં જામીન મેળવી ફરાર થયેલ શખ્સ સાંતલપુરથી ઝડપાયો

0

પોલીસ મહાનિદેશક અને સીઆઇડીક્રાઇમ અને રેલ્વે ગાંધીનગરની સુચના અનુસાર રાજયમાં પેરોલ ઉપર છુટેલ ભાગેડુ આરોપીઓ, વચગાળાના જામીન ઉપર મુક્ત ફરાર આરોપીઓને તેમજ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવા જણાવેલ હોય જે અન્વયે જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવીતેજા વાસમ શેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સારૂ પેરોલ જમ્પ આરોપી તથા વચગાળાના જામીન ઉપરના ફરાર આરોપીઓને તથા નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લૉ સ્કવોડને તેમજ જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હતી. પેરોલ ફર્લૉસ્કોડના પીએસઆઈ આર.એ.બેલીમ, એએસઆઇ પ્રદીપભાઈ ગોહિલ અને સ્ટાફનાં રમેશભાઈ માલમ, સંજયભાઈ વઘેરા, સંજયભાઈ ખોડભાયાની ટીમ જૂનાગઢ શિવરાત્રી મેળામાં બંદોબસ્તમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વઘેરાને ખાનગી રાહે હકીકત મળેલ કે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં ગુ.ર.ન.ફસ્ટ ૧૮/૧૮ ઇ.પી.કો.કલમ ૩૭૯ ના કામનો આરોપી હરસુખ પ્રભુદાસ ચાવડા (ઉ.વ ૩૦ રે.ખડીયા તા.જૂનાગઢ) પાટણ જિલ્લાના સાંતલપુર ગામે નંદનવન હોટલમાં કામ કરે છે અને ત્યાં જ રહે છે. આ આરોપી જૂનાગઢ જેલમાં ઉકત ગુન્હામાં ૮ માસ પહેલા વચગાળાના જામીન મેળવી રજા ઉપર છુટયો હતો. ત્યારબાદ રજા પુરી થયે જેલમાં હાજર થવાના બદલે બારોબાર ફરાર થઈ ગયો હતો અને હાલ સાંતલપુર નંદનવન હોટલમાં હાજર છે.આ હકીકતને આધારે પોલીસે ત્યાં જઈ તેને ઝડપી લઈ જૂનાગઢ લાવી જૂનાગઢ જિલ્લા જેલ ખાતે સોપવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews