૧૨ માર્ચ-૨૦૨૧ના રોજથી ૯૦ વર્ષ બાદ ઐતિહાસિક દાંડીમાર્ચ પદયાત્રા યોજાઈ છે. ૧૯૩૦માં પ્રથમ વખત મહાત્મા ગાંધીજી સાથે ૮૧ લોકોએ દાંડીકૂચ યાત્રા કરી હતી. ત્યારબાદ આ બીજી વખત ૮૧ પદયાત્રી સાથે દાંડીમાર્ચ યોજાઈ રહી છે, સાબરમતી આશ્રમથી દાંડી સુધી આ દાંડીમાર્ચ યોજાનાર છે. ત્યારે મહાત્મા ગાંધીજી સાથે ૮૧ લોકોએ પરિશ્રમ અને ત્યાગ આપી સત્યાગ્રહ કર્યો તેની અનુભૂતિ થાય તેવા હેતુથી આ દાંડીમાર્ચના કાર્યક્રમને ભારત દેશના વડાપધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમ ઉપર હાજરી આપી તમામ ૮૧ દાંડીમાર્ચ પદયાત્રીઓને શુભેચ્છા પાઠવી હતી. આખા ભારતમાંથી ૮૧ લોકોની પસંદગી આ ઐતિહાસિક દાંડીમાર્ચ માટે કરાઈ છે. આ યાત્રા ૨૫ દિવસ ૩૮૫ કિલોમીટર ચાલશે. જેમાં માંગરોળના મકતુપુર ગામના રહીશ, નચિકેતા વિદ્યામંદિરના સંચાલક અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડના વિપુલભાઈ જીવાભાઈ પરમારની પસંદગી થઈ તે દાંડીયાત્રામાં ગૌરવરૂપ બાબત છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાંથી વિપુલ પરમારની પસંદગી થયેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews