ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ પહોંચાડવાની કામગીરી નિયમોનુસાર કરાવવા હાઇકોર્ટે અધિકારીઓને આદેશ કર્યો

0

ગ્રામ્યમાં છેવાડાનાં વિસ્તારો સુધી ઇન્ટેરનેટ પહોંચાડવા સરકાર દ્વારા એજન્સી મારફત કામગીરી કરવામાં આવેલ છે. જે નિયમોને નેવે મુકીને થતુ હોવાથી વેરાવળના સામાજીક આગેવા દ્વારા કરાયેલ પી.આઇ.એલ.ના પગલે ગુજરાત હાઇકોર્ટે સરકારના જવાબદાર અધિકારીઓને આદેશ કરી યોગ્ય કરવા હુકમ કરેલ છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સરકારે અમુક ચોક્કસ નિયમોને ધ્યાને રાખી છેવાડાના ગામડા સુધી નેટવર્ક પહોંચે અને ગ્રામ પંચાયત ઓનલાઇન નેટ ઉપર કાર્યરત થઇ શકે એવા હેતુ સાથે સૌરાષ્ટ્રમાં જી.એફ.જી.-એન.એલ. (ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્કર લિમિટેડ) કંપનીને કામ કરી રહી હોય અને આ કામ કંપની દ્વારા અમુક નિયમો અને શરતોને નેવે મૂકી કરવામાં આવતું હોય જે બાબતે વેરાવળના સામાજીક આગેવાન રામજીભાઇ ચાવડા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં વકીલ સૃષ્ટિ થુલ્લા મારફત જાહેર હિતની અરજી દાખલ કરેલ જેમાં હાઇકોર્ટે તમામ મુદ્દાઓ ગ્રાહ્ય રાખી તા.૧૦ ના રોજ ન્યાયાધીશ આર.એમ. છાયા અને આર.પી. ધોલરીયા દ્વારા ઓર્ડર કરી ડેપ્યુટી કલેક્ટર રેન્જના અધિકારીની નજર તળે જવાબદાર એવા માર્ગ અને મકાન વિભાગ પંચાયત તેમજ સ્ટેટ વિભાગના કાર્યપાલક ઇજનેરોને આ સમગ્ર પ્રકરણે યોગ્ય કરવા હુકમ કરવામાં આવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews