રાજ્ય સરકાર વિકાસની વાતો વચ્ચે ૭૪૮૯ આંગણવાડીઓ આજે પણ ભાડાનાં મકાન કે ખૂલ્લામાં કાર્યરત

0

શિક્ષણ ક્ષેત્રે હરણફાળ પ્રગતિની અને વૈશ્વિક કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ અને ભણતરની ગાઈ-વગાડીને મોટી વાતો કરતી રહેતી રાજ્યની ભાજપ સરકારના રાજમાં શૈક્ષણિક સંસ્થાઓ તથા શિક્ષણની ખરી સ્થિતિ તદ્દન વિપરીત જ જાેવા મળી રહી છે. ખુદ સરકારી દફતરેથી જ બહાર આવતી વિગતો ચોંકાવનારી છે. રાજ્યમાં નાના બાળકો માટેની આંગણવાડીઓની સ્થિતિ એ છે કે, ૭૪૮૯ આંગણવાડીઓ પાસે પોતાના મકાન નથી. પરિણામે આટલી મોટી સંખ્યામાં આંગણવાડીઓ ભાડાના કે અન્ય મકાન સહિતના સ્થળોમાં ચાલી રહી હોવાની વિગતો બહાર આવી છે. વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબમાં સરકારના મંત્રીએ આપેલ વિગતોમાં આંગણવાડીઓ કેટલી દયનીય સ્થિતિમાં ચાલી રહી છે, તે બહાર આવ્યું છે. રાજ્યના જિલ્લાઓમાં કુલ ૭૪૮૯ આંગણવાડીઓ પાસે ખુદના મકાન નથી. જેને કારણે કેટલીક ભાડાના મકાનમાં તો કેટલીક પંચાયતના કે કોમ્યુનિટી સેન્ટરના મકાનોમાં, તો કેટલીક આંગણવાડીઓ ઉપર આભ નીચે જમીન એવી સ્થિતિમાં પણ ચાલી રહી છે. આ આંગણવાડીઓમાંની સૌથી વધુ કચ્છ જેવા છેવાડાના જિલ્લામાં પ૬ર આંગણવાડીઓ તથા તે પછી સુરેન્દ્રનગરમાં પ૩પ અને આણંદમાં પ૦પ આંગણવાડી પાસે પોતાના મકાન નથી. આમ, સરકારના વિકાસના દાવા વચ્ચે આટલી મોટી વિશાળ સંખ્યામાંની આંગણવાડીઓ પાસે મકાન જ નથી. નાના ભૂલકાઓ માટેની આવી આ આંગણવાડીઓની સ્થિતિની કલ્પના જ કરવી રહી !

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!