ગુજરાતમાં પોલીસ હવે પ્રજાનાં પ્રતિનિધિઓને ડરાવી-ધમકાવી ‘અવાજ’ દબાવી રહી છે : અમિત ચાવડા

0

ગુજરાતમાં પોલીસ દ્વારા નાગરિકોને તો ઠીક પ્રજાના પ્રતિનિધિઓને પણ અંગ્રેજાેની જાેહુકમી નીતિ પ્રમાણે ડરાવી- ધમકાવીને તેમનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે. ગુજરાત શું ૧૦૦ ટકા ગુનામુક્ત કે ગુનેગારો મુક્ત થઈ ગયું છે કે, પોલીસ પાસે માત્ર વિરોધ પક્ષના ધારાસભ્યો ઉપર વોચ રાખવાનું, તેમની અટકાયત કરવાનું કે ચેકિંગ કરવાનું કામ બાકી રહી ગયું છે ? તેવો સણસણતો અને વેધક પ્રશ્ન કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ વિધાનસભાના અધ્યક્ષને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, ૧૧મી તારીખે રપ જેટલા વર્દી વિનાના પોલીસકર્મીઓ ફોજદાર સાથે એમએલએ ક્વાર્ટસના બ્લોક-૫માં ઘૂસી આવ્યા હતા અને ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાના ક્વાર્ટસ ઉપર જઈને તેમને કોઈ વોરંટ, સમન્સ કે કાગળ વિના દબાવી-ધમકાવીને પોલીસની ગાડીમાં લઈ ગયા હતા અને પોલીસ સ્ટેશને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, ત્યાં અમે હાજર હોવાથી દરમ્યાનગીરી કરતા અમને પણ પોલીસ સ્ટેશને લઈ જવાનો પ્રયાસ કરાયો હતો. અમિત ચાવડાએ પત્રમાં લખ્યું કે, હાલની સરમુખત્યારશાહી જાેઈએ તો ધારાસભ્યો ઉપર પોલીસ તંત્ર દ્વારા રીઢા ગુનેગાર જેવી વોચ રાખવામાં આવે છે. ઘણા ધારાસભ્યો પરિવાર સહિત પત્ની, દીકરો અને દીકરી સાથે રહેતા હોય છે. આ સ્થિતિમાં વારંવાર પોલીસ દ્વારા રાખવામાં આવતી વોચ અને કોઈ કારણ વગર બંદોબસ્તને કારણે ધારાસભ્યો સામાન્ય જીવન પણ જીવી શકતા નથી. આ ઘટના દરમ્યાન ઋત્વિક મકવાણાના કુટુંબના સભ્યો પણ હાજર હતા. એમ છતાં પોલીસ દ્વારા ગેરવર્તન કરીને તેમને ધમકી આપીને તેમના ઘરની તપાસ કરવાનું પણ કહ્યું હતું અને સાથે કોઈ મહિલા પોલીસકર્મી પણ ન હતા. ૧રમીએ સવારે પોલીસ કાફલો સદસ્ય નિવાસમાં ઘૂસી આવ્યો હતો અને અમારે ત્યાં જમાવડો કરી દીધો હતો. સદસ્ય નિવાસના મુખ્ય ગેટને બંધ કરી દઈને લોકોની અવર-જવર અટકાવી દીધી હતી અને જાણે કોઈ ઘૂસણખોરો ઘૂસી આવ્યા હોય અને બંદોબસ્ત લગાવી દીધો હતો. એમ જણાવી અમિત ચાવડાએ અધ્યક્ષને પ્રશ્ન કર્યો હતો કે, રાજ્યની પોલીસને મારો પ્રશ્ન છે કે, શું રાજ્ય ૧૦૦ ટકા ગુનામુક્ત અને ગુનેગારોમુક્ત થઈ ચૂક્યું છે કે, પોલીસ પાસે હવે માત્ર વિરોધપક્ષના ધારાસભ્યો ઉપર વોચ રાખવાનું, તેમની અટકાયત અને ચેકિંગ કરવાનું કામ બાકી છે ?

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews