જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા બાયોમાસ/કૃષિ કચરાને બાળવાથી થતા પ્રદુષણ અટકાવવા હેતુસર વેબિનારનું આયોજન

0

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા તા.૧૬/૦૩/૨૦૨૧ અને ૧૭/૦૩/૨૦૨૧ ના રોજ એમ બે દિવસીય ઓનલાઇન રાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય વેબીનારનો હેતુ કૃષિ ક્ષેત્રે જુદા જુદા પાકમાંથી મળતા બાયોમાસ/કચરામાંથી ઉર્જા ઉત્પન કરવા નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ બાયોમાસનું યોગ્ય સંચાલન અને વ્યવસ્થાપનની તકનીકો તેમજ આ અંગે ઉદ્યોગોની ભૂમિકા બાબતે વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનીકો, અગ્રણી ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકોને માહિતગાર કરવાનો તેમજ બાયોમાસ/કૃષિ કચરાને બાળવાથી થતા પ્રદુષણ અટકાવવાનો છે. આ વેબિનારનો વિષય એગ્રીકલ્ચર રેસીડયુ એન્ડ વેસ્ટ યુટીલાઇઝેશન ફોર એનર્જી જનરેશન છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી આઇ.ટી. સેલ ખાતે
તા.૧૬/૦૩/૨૦૨૧ ના રોજ સવારે ૯ કલાકે વેબીનારનું ઉદઘાટન થયું હતું. આ બે દિવસીય વેબિનાર દરમ્યાન સવાર-સાંજે વિવિધ ટેકનીકલ સેશનો યોજાશે. જેમાં બાયો-રીસોર્સ ડેવલોપમેન્ટ, બાયોમાસ રેસીર્સીઝ, બાયોપાવર, બાયોગેસ, બાયો રિફાઇનરીઝ તેમજ સરકારની બાયો એનર્જી સંલગ્ન વિવિધ યોજનાઓ બાબતો પર રાજ્ય અને દેશના ૨૦ જેટલા તજજ્ઞો અને ઉદ્યોગકારો દ્વારા જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવશે.
આ ઉદઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના કૃષિ, ગ્રામીણ વિકાસ અને પરિવહન મંત્રી આર.સી.ફળદુ ઉપસ્થિત રહેશે તેમજ અધ્યક્ષ સ્થાને ડો.વી.પી.ચોવટીયા, કુલપતિ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, અતિથી વિશેષ તરીકે મહારાણા પ્રતાપ કૃષિઅને ટેક્નોલોજી વિશ્વવિદ્યાલયના કુલપતિ ડો.એન.એસ.રાઠોડ, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના ઉપમહાનિદેશક (કૃષિ ઇજનેરી) ડો.કે. અલગુસુન્દરમ, નવી અને પૂર્નઃ પ્રાપ્ય ઉર્જા મંત્રાલય, ભારત સરકારના સલાહકાર ડો.બી.એસ.નેગી તેમજ આમંત્રિત તરીકે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિધાલયના કુલપતિ ડો. આર.એમ.ચૌહાણ, નવી અને પુનઃ પ્રાપ્ય ઉર્જા મંત્રાલય, ભારત સરકારના સંયુક્ત સચિવ ડો.ડી.ડી. જગદાલે, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના સહાયક મહાનિદેશક (ફાર્મ ઇજનેરી) ડો.કે.કે. સિંહ તેમજ આઈ.આર.ઈ.ડી.એ.ચેર પ્રાધ્યાપક, ઉન્નત ભારત મિશનના રાષ્ટ્રીય સંયોજક, આઈ.આઈ.ટી. દિલ્હીના ડો.વી.કે. વિજય જેવા મહાનુભાવો ઉપસ્થિત રહીને પ્રાસંગિક પ્રવચનો આપશે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલસચિવ અને રિન્યુએબલ એનર્જી વિભાગના પ્રાધ્યાપક અને વડા તેમજ આ રાષ્ટ્રીય વેબિનારના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડો.પી.એમ.ચૌહાણએ આ બે દિવસીય રાષ્ટ્રીય વેબીનારમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર સાથે સાથે સંકળાયેલ નિષ્ણાંતો, તજજ્ઞો, વૈજ્ઞાનીકો, ઉદ્યોગ સાહસીકો, વિદ્યાર્થીઓ અને અગ્રણી ખેડૂતોને રજીસ્ટ્રેશન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રાષ્ટ્રીય વેબિનારમાં ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટેની રજીસ્ટ્રેશન લીંક ઉપર કરવાની રહેશે. અને પ્રાધ્યાપકો, વૈજ્ઞાનીકો, ઉદ્યોગ સાહસીકો, તેમજ અન્ય માટેની રજીસ્ટ્રેશન લીંક https://forms. gle/h1nsrUYw9tN2hgUi7 ઉપર કરવાની રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews