જૂનાગઢ રેલ્વે વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પી.વી.પોલસનું અવસાન

0

જૂનાગઢ રેલ્વે વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પી.વી. પોલસ (મૂળ કેરાલીયન)નો મૃતદેહ કવાર્ટરમાં મળી આવતાં રેલ્વે વર્તુળમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર મુળ કેરાલીયન અને અહીં રેલ્વે વિભાગમાં એન્જીન ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પી.વી.પોલસ રેલ્વે કવાર્ટરમાં રહેતા હતા. દરમ્યાન તેમનો ગઈકાલે કોન્ટેકટ ન થતાં અને તેમનું કવાર્ટર પણ ન ખુલતાં અને પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસની હાજરીમાં તેમનો કવાર્ટરનો દરવાજાે ખોલવામાં આવેલ હતો અને ત્યાં પી.વી.પોલસ મૃત હાલતમાં મળ્યા હતા તેથી તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવેલ છે. મૃતકના પરિવારમાં બે દિકરી અને એક પત્ની કે જે તેમના કેરાલા વતનમાં રહે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews