છેલ્લાં એકાદ વર્ષથી કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈન મુજબ સારા-નરસાં પ્રસંગોમાં ઉપસ્થિત રહેવું સંભવિત નહોતું એટલે કેશોદ શ્રીજગદીશ અબોટી બ્રહ્મસમાજનાં પ્રમુખ મનુભાઈ જાેષી દ્વારા સામુહિક શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ પુરોહિત વિદ્યાર્થી ભવન ખાતે યોજાયેલા સામુહિક શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં કોરોના કાળમાં અવસાન પામેલાં મૃતકોના પરિવારજનો અને જ્ઞાતિના આગેવાનો સહિત સમગ્ર શ્રીજગદીશ અબોટી બ્રહ્મસમાજનાં પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં. શ્રીરામ ધુન મંડળ દ્વારા સંગીત સાથે ધુનની રમઝટ બોલાવી હતી અને સદગતોને મુક્તિ આપવા ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી હતી. કેશોદ શ્રી જગદીશ અબોટી બ્રહ્મસમાજનાં પ્રમુખ મનુભાઈ જાેષી, વિનલભાઈ જાેષી, પી.ડી. જાેષી અને હોદેદારો-ટ્રસ્ટીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. કેશોદના શ્રી જગદીશ અબોટી બ્રહ્મસમાજ દ્વારા કોરોના મહામારી વચ્ચે અવસાન થયેલાંની સામુહિક શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ એ અન્ય સમાજ માટે પ્રેરણાદાયક બન્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews