ઉના કોર્ટ પરિસરમાં ટાઈપિંગ કામનાં ત્રણ ગણા પૈસા વસુલાતા હોવાની રાવ

0

ઉનાની કોર્ટમાં ટાઈપ કરવાનું કામ કરતો વ્યકિત લોકો પાસેથી અરજી કે પત્ર ટાઈપ કરવાના ત્રણ ગણા પૈસા વસૂલ કરે છે. ઉના કોર્ટની વાત કરીએ તો લોકો પોતાની તારીખમાં આવતા હોય છે અને ખાસ કરીને રજૂઆતો વકીલો દ્વારા કરવામાં આવતી હોય છે. તે સારા અક્ષર ટાઈપિંગ કરવામાં આવતા હોય છે. અહીં મજૂર વર્ગ લઈને સારા લોકો અને આર્થિક રીતે સંપન્ન લોકો પણ આવતા હોય છે પણ અહીં વાત એ કરવાની છે કે, એ ભાઈ કોર્ટમાં ટાઈપિંગ કરવાવાળો બેઠા છે તેને બધુ એક સમાન દેખાય છે. મજૂર વર્ગ વિચારો જ્યારે આખો દિવસ ખેતરમાં મહેનત કરી માંડ-માંડ ૨૦૦ થી ૩૦૦ રૂપિયા કમાઈ છે તેને કોર્ટમાં તારીખ હોય ત્યારે કોઈપણ લેખિત અરજી કરવાની હોય અને તેને સારા અક્ષરમાં ટાઈપિંગ કરવાની હોય ત્યારે આ મહાશય તેમના પાસેથી ૨૦૦ થી ૩૦૦ રૂપિયા ચાર્જ વસૂલ કરે છે. જ્યારે આખો દિવસ મહેનત કરી ૨૦૦ રૂપિયા કમાઈ છે ત્યારે આવા લોકોને તેની મહેનત નથી દેખાતી અને તે પૈસા તોડવાનું કામ કરતા હોય છે. ત્યારે કોર્ટનાં જવાબદારો દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવી અરજદારોની માંગ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews