આગામી દિવસોમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાશે : આખરી મતદાર યાદી તૈયાર

0

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાનાર છે. આ અંગે મળતી વિગત મુજબ ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની સૂચના અને જીલલા શિક્ષણ અધિકારી, જૂનાગઢની યાદી જણાવે છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ર૦ર૧ની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જીલ્લાની સંવર્ગવાર મતદારયાદીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ-૧૯૭૪નાં વિનિયમ-પનાં પરિશિષ્ટ-અમાં નિયત થયેલ ગુ.મા.ઉ.મા.શિ. બોર્ડ સભ્ય ચૂંટણી કાર્યરીતી નિયમોનાં નિયમ-૩(૧) હેઠળ આખરી મતદારયાદી તૈયાર કરવામાં આવેલ છે. તેમજ નિયમ-૩(ર) હેઠળ અધ્યક્ષ દ્વારા પ્રમાણિત થયેલ આખરી મતદાર યાદી નિયમ-૪ હેઠળ તૈયાર થયેલ છે. અત્રેનાં જીલ્લાની સંવર્ગવાર નોંધાયેલ અને આખરી થયેલ સંવર્ગવાર ખંડ-(૧) થી ખંડ-(૯) માટેની આખરી થયેલ મતદારયાદી નોંધાયેલા મતદારોને જાેવા માટે જીલ્લા શિક્ષણાધિકારી કચેરી-જૂનાગઢ ખાતે તા.૧૬-૩-ર૦ર૧ થી તા.ર૩-૩-ર૦ર૧ સુધી જાહેર રજાનાં દિવસ સિવાય કચેરી સમય દરમ્યાન જાેઈ શકશે તેમ જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews