જૂનાગઢ મનપાનું આગામી તા. ૧૯ માર્ચના રોજ જનરલ બોર્ડ મળી રહ્યું છે. આ બોર્ડમાં રાબેતા મુજબ જ શાસક પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તો બીજીતરફ જનરલ બોર્ડમાં પ્રજાકીય પ્રશ્ને વિપક્ષ દ્વારા અનેક પ્રશ્નોની રજૂઆત દર વખતે કરવામાં આવે છે અને પ્રજાના પ્રશ્ને વહેલીતકે ઘટતું કરવાની માંગણી થતી હોય છે. દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૪ નાં કોંગ્રેસના કોર્પોરેટર મંજુલાબેન પરસાણા દ્વારા આગામી બોર્ડમાં ખાસ કરીને મનપાની ગાડીઓનો બેફામ દુરૂપયોગ અટકાવવા માટે જીપીએસ સિસ્ટમ લગાવવાની માંગણી કરનાર છે તેમજ કર્મચારીઓના પેન્શનનો પ્રશ્ન સહિતનાં પ્રશ્નો પણ બોર્ડમાં મુકવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે. જૂનાગઢ મનપાના વાહનોનો દુરૂપયોગ અટકાવવા તેમાં જીપીએસ સિસ્ટમ લગવવા માંગણી કરાઈ છે. આ અંગે વોર્ડ નં. ૪નાં કોંગ્રેસસી કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવ્યો છે જેમાં જણાવાયું છે કે, જૂનાગઢ મનપાના વાહનોનો ભારે દુરૂપયોગ થતાં પ્રજાના ટેક્ષનાં નાણાંનો બેફામ ધુમાડો થાય છે. અગાઉ આ વાહનોમાં જીપીએસ લગાવવાની વાત હતી. ત્યારબાદ ટેન્ડર ભરાયું, ટેન્ડર ફી ભરાઈ ગયા બાદ કોઈ દબાણને કારણે ટેન્ડર રદ કરી દેવામાં આવ્યું હતું. હાલ શાસકપક્ષના નેતાની ગાડી દ્વારકા જિલ્લામાં જાેવા મળી હતી. જાે કે, આ તો નજરે પડેલી ગાડી છે અને આવી તો કેટલીય ગાડીઓ બહારગામ પર્સનલ કામોમાં વપરાતી હશે. શિવરાત્રીના મેળામાં આમજનતાને પ્રવેશ પ્રતિબંધ હતો ત્યારે જૂનાગઢ મનપાની ગાડીઓ સતત દોડતી ર હી હતી અને પેસેન્જર વાહન હોય તેમ અનેક ફેર કરી સગાસંબંધીઓને મેળાની મોજ કરાવી હતી. ત્યારે આ મામલે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો પણ સત્ય બહાર આવશે. હાલમાં તો તમામ વાહનોમાં સત્વરે જીપીએસ લગાવાય તે માટે મુખ્યમંત્રીની કક્ષાએથી આદેશ થાય તેમ લોકો ઈચ્છી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews