Tuesday, October 26

ગૌરવપૂર્ણ ઈતિહાસ ધરાવતી જૂનાગઢ-દેલવાડા ટ્રેનને હેરીટેજનો દરજ્જાે કયારે?

0

ઘણા વર્ષો પહેલાં જાણીતા ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર અને શત્રુઘ્નસિંહાની મૂખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘દોસ્ત’ આવી હતી. આ ફિલ્મ સિનેમાઘરોમાં દર્શાવતી વખતે શરૂઆતમાં જ ટાઈટલ ગીત આવે છે અને જેમાં પહાડીઓ અને જંગલ વિસ્તારમાંથી તેમજ બુગદામાંથી ટ્રેન પસાર થાય છે અને ખુબ જ નયનરમ્ય વાતાવરણનું ફિલ્માંકન થયું હતું. ટ્રેન પસાર થતી વખતે એક સોંગ પણ સંભળાતંુ હોય છે જેના શબ્દો હોય છે ‘ગાડી બુલા રહી હે… સીટી બજા રહી હે… ચલના હી જિંદગી હૈ, ચલતી હી જા રહી હે… આગે તુફાન, પીછે બરસાત… ઉપર ગગન સે બિજલી’ ની અને હવે કોરોના પંક્તિ ગુંજી રહી હતી. આ ગીત ત્યારે પણ ખુબ જ લોકપ્રિય હતું અને આજે પણ આ ગીર સાંભળવું પડે તેમ છે. પરંતુ આજે આ ગીતની પંક્તિ જુદા જ હેતુસર લેવામાં આવી રહી છે. જૂનાગઢ રેલ્વે સ્ટેશન ખાતેથી શરૂ થતી જૂનાગઢ-દેલવાડા ટ્રેન ઘણા સમયથી એટલે કે કોરોનાની એન્ટ્રી થયા બાદ છેલ્લા એક વર્ષથી આ ટ્રેન બંધ છે. તેમજ વેરાવળ, સોમનાથ, અમદાવાદ ઈન્ટરસીટી ટ્રેન પણ બંધ છે. પોરબંદર, સોમનાથ ટ્રેન પણ બંધ છે. આ ટ્રેન નેરોગેજ ચાલી રહી છે. આઝાદી બાદથી શરૂ થયેલી આ ટ્રેન જૂનાગઢથી ઉપડે અને તેની નિર્ધારિત ગતિએ પાદરીયા, પલાસવા, ડુંગરપુર, તોરણીયા, બિલખા તેમજ અન્ય નાના સ્ટોપેજ પસાર કરી અને વિસાવદર પહોંચે અને વિસાવદરથી દેલવાડાના માર્ગ ઉપર જંગલનો વિસ્તાર અને કયારેક વનરાજાેના દર્શનનો પણ લહાવો મળી શકે. વર્ષો પહેલાં શરૂ થયેલી આ નેરોગેજ પટરી ઉપર ચાલતી આ ટ્રેને અનેક ચડતી-પડતી અને ગોલ્ડન સમય પણ નિહાળી લીધો છે. રૂા. ૧ થી ર રૂપિયા સુધીના ભાડામાં જ આજથી ત્રણ દસકા પહેલાં મુસાફરી થતી હતી. માસિક પાસ ૧૦ થી ૧પ રૂપિયામાં જ નીકળી જતો હતો. ખાસ કરીને લોકો એ વખતે ટ્રેનની મુસાફરીને વધુ પસંદ કરતા હતા. વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ કે ખરીદી માટે આવન-જાવન કરતા લોકો, મજુરી કામ માટે અન્ય શહેરોમાં જતા લોકો તેમજ કયારેક તો ટ્રેનનો આખો ડબ્બો બુક કરાવી અને વરરાજાની જાન પણ આ ટ્રેનમાં માંડવડે જતી હોય તેવા દ્રષ્યો પણ સર્જાયા છે. જૂનાગઢ-દેલવાડા ટ્રેનનો એક દબદબો હતો અને એક સમય એવો પણ હતો કે દિવસમાં ચાર વખત આ ટ્રેન અવરજવર કરતી હતી અને તમામ ડબ્બા ભરચક્ક રહેતા હતા. ટ્રેન મુસાફરી ક્ષેત્રે જૂનાગઢ-દેલવાડા ટ્રેન એક અનોખો ઈતિહાસ ધરાવે છે ત્યારે આ ટ્રેનને હેરીટેજનો દબજ્જાે આપવાની જાહેરાત જે તે વખતે કેન્દ્ર સરકારે કરી છે અને ત્રણ વર્ષ જેવો સમય પસાર થવા છતાં પણ હેરીટેજ દરજ્જાે આપવામાં આવ્યો નથી ત્યારે આ અંગે વહેલી તકે પ્રક્રિયા કરવાની માંગણી ઉઠવા પામી છે.
ગિરનાર જંગલમાંથી પસાર થતી જૂનાગઢ-દેલવાડા ટ્રેનને ર૦૧૮માં હેરીટેજ ટ્રેનનો દરજ્જાે આપવાનું ભારત સરકારે નક્કી કર્યું હતું પરંતુ આજ સુધી તે ટ્રેનને હેરીટેજનો દરજ્જાે હજુ સુધી મળેલ નથી. કોરોનાની મહામારીને કારણે ગત માર્ચ માસથી જૂનાગઢ-દેલવાડા ટ્રેન બંધ છે. જયારે આ ટ્રેન ચાલતી હતી ત્યારે જૂનાગઢથી સવારે ૭.૧પ કલાકે ઉપડી દેલવાડા સુધી જતી હતી. દેખાવે સામાન્ય લાગતી આ ટ્રેન આઝાદીના સમયથી નેરોગેજ તરીકે ચાલે છે. સોરઠની એકમાત્ર રિઝર્વેશન વગરની આ ઐતિહાસિક નેરોગેજ ટ્રેન છે અને ૧૧૩ કિ.મી.ની ઝડપ ધરાવતી આ ટ્રેન વિસાવદર વટાવે પછી તલાલા સુધી ગિર નેશનલ પાર્કમાંથી પસાર થાય ત્યારે તેની સ્પીડ ઘટડી રપ કિ.મી.ની કરાય છે. જૂનાગઢથી દેલવાડા વચ્ચેનું ૧પ૯ કિ.મી.નાં અંતર વચ્ચે તોરણીયા, બિલખા, જૂની ચાવંડ, વિસાવદર, સત્તાધાર, કાંસીયાનેસ, સાસણ ગિર, ચિત્રાવડ, તાલાલા, જાંબુર, ગીરહડમતીયા, પ્રાંચી રોડ, વાલાદર, જામવાળા, હરમડીયા, ગીરગઢડા, ઉના થઈને ટ્રેન દેલવાડા પહોંચે છે. ત્યાંથી બપોરે આ ટ્રેન નીકળી પરત સાંજે જૂનાગઢ પહોંચે છે. અ ટ્રેનમાં મુસાફરી માટે માત્ર ર૦ રૂપિયા જ ટીકીટ છે. ભારતનમાં સીમલા, દાર્જીલીંગ સહિતના સ્થળોએ હેરીટેજ ટ્રેનો ચાલી રહી છે ત્યારે સોરઠની જૂનાગગઢ-દેલવાડા ટ્રેનને હેરીટેજનો દરજ્જાે આપવા લોકોમાંથી માંગણી ઉઠવા પામી છે.
ટ્રેન જંગલમાંથી પસાર થાય ત્યારે સિંહ દર્શનનો મુસાફરોને મળતો લહાવો
આ ટ્રેન વિસાવદર વટાવે ત્યાર બાદ ટ્રેન જંગલ વિસ્તારમાંથી પસાર થાય છે જેમાં કાંસીયાનેસ, સાસણગિર, ચિત્રાવડ જાંબુર જેવા વિસ્તાર સિંહોનું ઘર છે. જંગલમાંથી ટ્રેન પસાર થાય ત્યારે મુસાફરોને સિંહ દર્શનનો લહાવો મળે છે. સામાન્ય રીતે પાંચ કોચ આ ટ્રેનમાં લગાવાય છે પરંતુ શિવરાત્રી અને પરિક્રમા વખતે કોચમાં વધારો કરવામાં આવે છે. દરમ્યાન જૂનાગઢ શહેરથી અન્ય શહેરોને સાંકળતી ટ્રેન સેવા વહેલી તકે શરૂ કરવાની માંગણી ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!