વેરાવળ-પાટણ શહેરને સ્વચ્છ રળીયામણું બનાવવા શાસનના પ્રથમ દિવસે જ વોર્ડ નં.૮ના ચારેય નગરસેવકોએ રાહ ચિંધતી સફાઇની પહેલની કરી શરૂઆત

0

વેરાવળ પાટણ પાલીકામાં શાસન સંભાળ્યા બાદ જાેડીયા શહેરને સ્વચ્છ બનાવવા માટે દ્રઢ નિશ્ચય સાથે આગામી દિવસોમાં તે દિશામાં ટીમ વર્કથી કામ કરવાની જાહેરાત કરી હતી. જેને અનુકરણ મુજબ શાસનના પ્રથમ દિવસે જ વોર્ડ નં.૮ ના નગરસેવક એવા પાલીકા પ્રમુખ પીયુષભાઇ ફોફંડી, બાદલ હુંબલ, પ્રહલાદભાઇ શામળા, હરેશભાઇ જેઠવા, કાર્યકર વિશાલ કાગડાએ મારો વોર્ડ સ્વચ્છ વોર્ડના સુત્રને સાર્થક કરવા કામગીરી શરૂ કરાવી છે. ગઇકાલે ચારેય નગરસેવકોએ પાલીકાના સેનીટેશન વિભાગના અધિકારી એચ.બી. હિરપરા, દિગંત દવે, પરેશ પરમાર સહિત વોર્ડ નં.૮ ના ૩૨થી વધુ સફાઇકર્મીઓ સાથે બેઠક કરી હતી. જેમાં નગરસેવકોએ તમામ સફાઇકર્મીઓનું સન્માન કરી મારો વોર્ડ સ્વચ્છ વોર્ડના સુત્રને સાર્થક કરી બતાવવા અપીલ કરી હતી. બેઠકમાં નગરસેવકોએ વોર્ડના મુકાદમો અને સફાઇ કર્મીઓને બે શીફટમાં કઇ રીતે સફાઇ કામગીરી કરવી જેથી સમગ્ર વોર્ડમાં સફાઇ કાર્ય થઇ શકે તે અંગે જરૂરી માર્ગદર્શન સાથે સુચનો આપેલ હતા. જે તમામ સુચનોનો અમલ કરી વોર્ડ નં.૮ ને કાયમી સ્વચ્છ રાખવા સફાઇકર્મીઓએ ખાત્રી આપી હતી. આ તકે વોર્ડ નં.૮ ના નગરસેવક બાદલ હુંબલએ એક વાતચીતમાં જણાવેલ કે, અમારા વોર્ડમાં નિયમિત સફાઇ થાય અને કાયમી સ્વચ્છતા જાેવા મળે તેવી અમારી પ્રાથમીકતા હોવાથી અમોએ પ્રજાહિત માટેના પ્રથમ કાર્ય માટે સફાઇ કરાવવાનું નકકી કરેલ હતુ. તેના માટે જ સફાઇકર્મીઓનું સન્માન કરી માર્ગદર્શન આપેલ છે. આગામી દિવસોમાં વોર્ડ નં.૮ ના તમામ વિસ્તારોમાં નિયમિત સફાઇ કાર્ય થતુ રહે તે માટે આયોજન કરેલ છે તે મુજબ સફાઇ કામગીરી કરાવીશું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews