ખંભાળિયાની હિર સોનૈયાનું પેઇન્ટિંગ “રાણકી વાવ” પાટણ ખાતે એવોર્ડ દ્વારા સન્માનિત

0

ગુજરાતમાં પાટણ ખાતે આવેલા વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થયેલી રાણકી વાવ (રાણકી વાવ) ખાતે UNESCO અને કલા પ્રતિષ્ઠાનના સંયુકત ઉપક્રમે યોજાયેલી એક દિવસીય લાઈવ વોટર કલર કોન્ટેસ્ટમાં ગુજરાત રાજ્યના જુદા જુદા શહેરોમાંથી ૧૦૦ જેટલા પ્રતિષ્ઠિત ચિત્રકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. UNESCO દ્વારા આ લાઈવ વોટર કલર પેઇન્ટિંગ કોન્ટેસ્ટમાં ખંભાળિયાની રહીશ અને ધોરણ ૮માં અભ્યાસ કરતી હિર સુનિલભાઈ સોનૈયા દ્વારા આ સ્પર્ધામાં ભાગ લઈ, તેના દ્વારા તૈયાર કરવામાં આવેલી આ કૃતિ પસંદગી પામી હતી. આ સિદ્ધિ બદલ સૌથી નાની વયની હિર સોનૈયાની આ પેઇન્ટિંગની પસંદગી થવા બદલ તેને રોકડ પુરસ્કાર સાથે પ્રમાણપત્ર અને કોન્સોલેશન એવોર્ડ વડે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન કલા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ રમણીકભાઈ ઝાપડીયાએ કર્યું હતું. આમ, ઉત્તમ કલાકૃતિ બદલ સન્માનિત થયેલી હિર સોનૈયાએ ખંભાળિયા શહેર સાથે સમગ્ર રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!