જૂનાગઢ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષકોને સેવાકીય બાબતોના સમયસર લાભ મળે તેવું આયોજન કરતા જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાય

0

જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય દ્વારા શિક્ષકોની સેવાકીય બાબતોના સમયસર લાભ આપવા માટે સમયમર્યાદામાં કામ થઈ જાય તે માટે આયોજન કરાયું છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, શિક્ષકોની સેવાકીય બાબતોના પ્રશ્નોનું જે તે માસની સમય મર્યાદામાં નિરાકરણ આવે તે માટે પધ્ધતિસરનું આયોજન અમલમાં લાવવામાં આવેલ છે જેમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાનાં શિક્ષકોના પૂર્ણ પગારની દરખાસ્તો, ઉચ્ચ પગારધોરણની દરખાસ્તો, વિદેશ પ્રવાસ માટે એનઓસી, ઉચ્ચ અભ્યાસની મંજુરી, પીએફ ઉપાડ જેવી સેવાકીય બાબતો માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવેલ છે.
દર માસની ૧ થી ૧પ તારીખ સુધી સંબંધિત શિક્ષકે શાળાના મુખ્ય શિક્ષકને દરખાસ્ત રજુ કરવી અને મુખ્ય શિક્ષકે પોતાની શાળાના શિક્ષકો દ્વારા રજુ થયેલ દરખાસ્તની ચકાસણી કરી છઠ્ઠી તારીખે પે સેન્ટર શાળાને રજુ કરવી.
તા. ૬ થી ૧૦ સુધી પે સેન્ટર શાળા પેટા શાળા દ્વારા રજુ થયેલ દરખાસ્ત પે સેન્ટર શાળાએ ૧૧ તારીખે તાલુકા કચેરીએ રજુ કરવાની રહેશે. તા. ૧૧ થી ર૦ અને ર૧ થી રપ તેમજ ર૬મીથી માસનાં અંત સુધી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંબંધિત દ્વારા રજુ થયેલ દરખાસ્ત માસના અંત સુધીમાં મંજુરીના હુકમો કરવામાં આવશે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ.ઉપાધ્યાય દ્વારા જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકને પરિપત્ર પાઠવી જાણ કરાઈ છે અને તેની નકલ પ્રાથમિક શિક્ષણ નિયામક, ગુજરાત રાજય, ગાંધીનગર તેમજ જિલ્લા વિકાસ અધિકારી-જૂનાગઢ, પ્રાથમિક શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષક સંઘનાં તમામ મંડળોને રવાના કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!