દ્વારકા તાલુકા પંચાયતનાં પ્રમુખપદે ભારતીબેન નાયાભા કેરની વરણી, ગ્રામ્ય વિસ્તારનાં વિકાસકામોને વેગ આપવાનો કોલ

0

દેવભૂમિ દ્વારકા જીલ્લાની દ્વારકા તાલુકા પંચાયતનાં હોદ્દેદારોની નિમણુંક માટેની એક બેઠક તાલુકા પંચાયતનાં સભાખંડમાં યોજાઈ હતી. જેમાં ભાજપનાં સિમ્બોલ ઉપર ચૂંટાયેલા અને તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા સ્વ. નાયાભા કેરનાં ધર્મપત્ની ભારતીબેન નાયાભા કેરની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી થયેલ છે તેમજ ઉપપ્રમુખપદે હીરલબેન સુરૂભા વાઢેર, કારોબારી ચેરમેન પબુભા શુકલભા માણેક તથા શાસક પક્ષનાં નેતા તરીકે વનરાજભા માણેકની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. આ બેઠકમાં ધારાસભ્ય પબુભા માણેક, દ્વારકા નગરપાલિકાનાં પ્રમુખ જયોતીબેન સામાણી, ઓખા નગરપાલિકાનાં પ્રમુખ ચેતનભા માણેક, ભાજપનાં તાલુકાનાં આગેવાનો વરજાંગભા માણેક, સહદેવસિંહ માણેક સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા. આ તકે નવનિયુકત પ્રમુખ ભારતીબેન કેર દ્વારા જણાવવામાં આવેલ કે આશરે ર૦ થી રપ વર્ષ પહેલા મારા પતિ સ્વ. નાયાભા કેર તાલુકા પંચાયતનાં પ્રમુખપદે રહી ચુકેલા અને સંનિષ્ઠ કામગીરી બજાવેલ હતી તે રીતે જ મારા સ્વ. પતિનાં અધુરા રહેલા ગ્રામ્ય વિસ્તારનાં વિકાસો કામો તથા હાલનાં વિકાસકામોને વેગ આપીને તાલુકાનાં છેવાડાનાં વિસ્તારમાં પછાત વર્ગનાં લોકોને પણ સરકારી લાભો તથા અન્ય સહાયો પ્રાપ્ત થાય તે રીતે શાસન ચલાવવામાં આવશે અને આવા કામોમાં હાલની ચૂંટાયેલી બોડીનાં તમામ સભ્યોનો સાથ-સહકાર મળી રહેશે તેવી અપેક્ષાઓ વ્યકત કરેલ હતી. આ તકે નવનિયુકત પ્રમુખનું ધારાસભ્ય પબુભા માણેક, સહદેવસિંહ માણે સહિતનાઓએ દ્વારકાધીશનું ઉપરણું તથા પછેડી ઓઢાડીને સન્માન કરેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews