દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયેલી જુદી જુદી સાત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના જાહેર થયેલા પરિણામોમાં ભાજપની કાર્યદક્ષતા તથા વિકાસના મુદ્દાને ધ્યાને લઇ લોકોએ ઐતિહાસિક બેઠકો પ્રદાન કરી ભાજપને સત્તાનું સુકાન સોંપ્યું છે. આ વચ્ચે ગઈકાલે બુધવારે યોજાયેલી હોદ્દેદારોની વરણીમાં ભાજપ વિધિવત રીતે સત્તારૂઢ થયો છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્વતંત્ર અસ્તિત્વ બાદ પ્રથમ વખત ઐતિહાસિક બેઠકો મેળવી અને જિલ્લા પંચાયતમાં ભાજપે સત્તાનું સુકાન સંભાળ્યું છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પણ નગરપાલિકાની ચૂંટણીમાં ૨૮ પૈકી તોતિંગ અને ઐતિહાસિક કહી શકાય તેટલી ૨૬ બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે. જેમાં પણ પક્ષના નિષ્ઠાવાન સભ્યોએ પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો છે. આ ઉપરાંત ખંભાળિયા તાલુકા પંચાયત, કલ્યાણપુર તાલુકા પંચાયત અને દ્વારકા તાલુકા પંચાયતમાં પણ ભાજપના ચૂંટાયેલા સભ્યોએ પ્રમુખ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળી છે. આમ, જિલ્લાની જુદી- જુદી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રથમ વખત નોંધપાત્ર સભ્ય સંખ્યા વચ્ચે ભાજપનું સુશાસન પૂર્નઃ પ્રસ્થાપિત થયું છે. આ માટે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જાેગલ, પૂર્વ પ્રમુખ કાળુભાઈ ચાવડા પૂર્વમંત્રી દિનેશભાઈ દત્તાણી, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના વિગેરે નેતાઓ આગેવાનોએ લોકોના આ જનાદેશ બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews