કેશોદ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણુંક

0

કેશોદ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણુંક થઈ છે. કેવદ્રા સીટના ભાજપના ઉમેદવાર નરેન્દ્રભાઈ જીવાભાઈ દેત્રોજાની તાલુકા પંચાયત પ્રમુખ તરીકે અને અગતરાય સીટના ભાજપના ઉમેદવાર ઈન્દુબેન પ્રવિણભાઈ રબારીની તાલુકા પંચાયત ઉપપ્રમુખ તરીકે નિમણુંક થઈ છે. નવનિયુક્ત તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને ભાજપના હોદ્દેદારો, કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી. ભાજપના હોદ્દેદારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવનિયુક્ત બંને હોદ્દેદારોનું સન્માન કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews