સોમનાથ મંદિરના ઇતિહાસ વિષે ઉશ્કેરણીજનક ઉચ્ચારણો કરનાર આરોપી હરીયાણાના પાણીપતથી ઝડપાયો

0

જગવિખ્યાત સોમનાથ મંદિરના ઇતિહાસ વિષે અપમાનજનક અને મંદિર ઉપર મહમદ ગઝનવીએ કરેલ લૂંટના પરાક્રમને વખાણતા ઉચ્ચારણો કરનાર વિધર્મી યુવકના વાયરલ થયેલા વિડીયો મામલે ગીર સોમનાથ જીલ્લા પોલીસની સ્પેશ્યલ ટીમે ગઈકાલે વહેલી સવારે હરીયાણાના પાણીપતથી ઇર્શાદ રસીદ નામના યુવકને ઝડપી લઇ સોમનાથ લઇ આવવા રવાના થયેલ છે.
સોમનાથ મંદિરના ઇતિહાસ વિષે ભડકાઉ ઉચ્ચારણવાળો એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો સોમનાથ મંદિરની પાછળના ભાગે દરિયા કિનારા ઉપર એક ચોકકસ કોમના વિધર્મી યુવક દ્વારા પોતાના મોબાઈલમાં સેલ્ફી મોડમાં વિડીયો રેકોર્ડ કર્યો હતો. વાયરલ વિડીયોમાં તે બોલી રહ્યો છે કે સોમનાથ મંદિરને મહમદ ગઝનવીએ લૂંટયું હતું જે શબ્દ બોલી ગઝનવીના વખાણ કરી રહ્યો છે. આ વીડિયો વાઇરલ થતા હિન્દુ સમાજમાં વિધર્મી યુવક સામે રોષ ભભુકયો ઉઠયો છે. આ સમગ્ર મામલે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ લેખીત ફરીયાદ આપી છે. જેના આધારે પ્રભાસપાટણ પોલીસે ઉશ્કેરણી કરતો વિડીયો બનાવવી અને હિન્દુ સમાજના લોકોની ધાર્મીક લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચારી બે ધર્મ કોમ વચ્ચે હુલ્લડ ફાટી નિકળે તેવા શબ્દો ઉચ્ચારી ધાર્મીક લાગણી દુભાવી છે. વિધર્મી યુવક ઇર્ષાદ રસીદની યુટ્યુબ ઉપર ” ત્નટ્ઠદ્બટ્ઠંી ટ્ઠટ્ઠઙ્ઘૈઙ્મટ્ઠ રૈહઙ્ઘ ” નામની ચેનલનું એકાઉન્ટ ધરાવતો હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કરી તેની સામે આઇપીસી કલમ ૧૫૩ (એ), ૨૯૫ (એ) મુજબ ગુનો નોંધ્યો હતો. આ મામલે વિધર્મી યુવક ઇર્ષાદને ઝડપી લેવા ગીર સોમનાથ જીલ્લા પોલીસની સ્પેશ્યીલ સહિતની જુદી જુદી ટીમોએ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આરોપી ઇર્ષાદનું લોકેશન હરીયાણાના પાણીપતમાં મળ્યું હતું. જેથી ગીર સોમનાથ જીલ્લા પોલીસની એક ખાસ ટીમ પાણીપત પહોંચેલ જયાંથી ગઈકાલે વહેલી સવારે પાંચેક વાગ્યે આરોપી ઇર્ષાદ રસીદને ઝડપી લેવામાં આવેલ છે. હાલ આરોપીને સોમનાથ લઇ આવવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
વિધર્મી કઇ રીતે પકડાયો
વિધર્મી યુવક સુધી પહોચવામાં ટેકનીકલ સર્વેલન્સની માહિતી મહત્વ પૂર્ણ સાબીત થઇ છે. સોમનાથ મંદિરની પાછળ અડધો કીમી દુર વિડીયો બનાવનાર આરોપી ઇર્ષાદ રસીદ “ત્નટ્ઠદ્બટ્ઠંી ટ્ઠટ્ઠઙ્ઘૈઙ્મટ્ઠ રૈહઙ્ઘ” નામની યુ ટયુબ ચેનલનું એકાઉન્ટ ધરાવતો હોવાનું તપાસમાં જણાય આવેલ હતું. જેથી પોલીસની ટેકનીકલ સર્વેલન્સની ટીમે આરોપીની યુ ટયુબ ચેનલમાં અપલોડ કરાયેલ વિડીયોના ઇન્ટરનેટનું આઇ.પી. એડ્રેસ ટ્રેસ કરેલ હતુ. જેના થકી યુ ટયુબ ચેનલમાં રહેલા વિડીયો કયાં મોબાઇલ નંબરના ઇન્ટરનેટ ડેટા દ્વારા અપલોડ થયેલ તેની માહિતી મેળવી હતી. જેની તપાસમાં ઇર્ષાદ રસીદ નામના વ્યકિતની ઓળખ જાણવા મળી હતી. તેના મોબાઇલ નંબરને ટ્રેસ કરતા હરીયાણાનું પાણીપતનું લોકેશન મળતા પોલીસની ખાસ ટીમ પાણીપત રવાના કરવામાં આવેલ હોવાનું પોલીસના અધિકારીક સુત્રોમાંથી જાણવા મળેલ છે.
પોલીસની ભનક લાગતા આરોપી નાસી જવાની ફિરાકમાં હતો
આરોપી ઇર્ષાદ રસીદને પકડવા ગીર સોમનાથ જીલ્લા પોલીસની ખાસ ટીમ હરીયાણાના પાણીપત પહોંચી રહી હોવાની ભનક લાગી ગઇ હોવાથી આરોપીએ પોતાનો મોબાઇલ બંધ કરી પોતાના કાયમી વસવાટનું સ્થળ છોડી ભાગી ગયો હતો. જાે કે, ગીર સોમનાથ જીલ્લા પોલીસે આખી રાત શોધખોળ હાથ ધરી ગઈકાલે વહેલી સવારે પાંચ વાગ્યે પાણીપત શહેરથી થોડે દુરથી આરોપી ઇર્ષાદ રસીદને ઝડપી લીધો હતો. હાલ તેને લઇ પોલીસની ખાસ ટીમ સોમનાથ આવવા રવાના થઇ ગઇ હોવાનું અધિકારીક સુત્રોમાંથી જાણવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!