ઉપલા દાતારની જગ્યાનાં બ્રહ્મલીન મહંત પટેલબાપુની પૂણ્યતિથિની ઉજવણી

0

ઉપલા દાતારબાપુની જગ્યાના બ્રહ્મલીન મહંત શ્રી પટેલબાપુની ૩૧મી પૂણ્યતિથિ ફાગણ સુદ-પ ને આજે તા. ૧૮-૩-ર૧ ગુરૂવારના રોજ ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે.  જગ્યાના મહંત શ્રી ભીમબાપુની નિશ્રામાં આજે તા. ૧૮-૩-ર૦ર૧, ગુરૂવારની રાત્રે સુપ્રસિધ્ધ ભજનીક નિરંજનભાઈ પંડયા તેમજ સુપ્રસિધ્ધ ભજનીક દિપક જાેષી દ્વારા પોતાની આગવી શૈલીમાં કલા પિરસશે. આ ઉપરાંત આજ તા. ૧૮-૩-ર૦ર૧, ગુરૂવારે સવારે ૧૦ કલાકે સમાધિસ્થળે પૂજન, બપોરે ૧ કલાકે મહાપ્રસાદ તેમજ રાત્રીના ભજનસંધ્યાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા જગ્યાના મહંતશ્રી ભીમબાપુ ગુરૂશ્રી પટેલબાપુનાં માર્ગદર્શન હેઠળ સેવકગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews