પ્રજાનાં પ્રશ્નોએ અસરકારક રજૂઆતો કરતા રહીશું : વિપક્ષ

0

જૂનાગઢ જીલ્લા પંચાયતનું આજે બોર્ડ મળેલ અને તેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થઈ હતી. જેમાં ભાજપનાં ર૩ સભ્યો અને કોંગ્રેસનાં ૭ સભ્યો ઉપસ્થિત રહેલ અને મતદાન થતા ભાજપનાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેનાં ઉમેદવારો બહુમતીથી ચૂંટાયા હતા. આ તકે જૂનાગઢ જીલ્લા પંચાયત અજાબ બેઠકનાં કોંગ્રેસનાં સદસ્યા ધર્મીષ્ઠાબેન પરેશભાઈ કમાણીએ જણાવ્યું હતું કે, ર૩ વિરૂધ્ધ ૭ મતે ભાજપનાં ઉમેદવારો પ્રમુખ-ઉપપ્રમુખ પદે વિજય થયા છે જે અમોને શીરોમાન્ય છે. જાેકે જીલ્લા પંચાયતમાં કોંગ્રેસ વિપક્ષ તરીકે અસરકારક ભૂમિકા ભજવશે અને પ્રજાનાં પ્રશ્નો, વિકાસનાં કામો અંગે શાસક પક્ષને પુરતો સહયોગ આપતા રહીશું તેમજ પ્રજાહિતનાં કામો અંગે કોઈ અસરકારક કામગીરી શાસકપક્ષ દ્વારા થશે નહી તો મોરચો માનતા પણ અચકાઈશુ નહી એમ વધુમાં જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews