જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મુકતાબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે દયાબેન ઠુમરની વરણી, અભિનંદનની વર્ષા

0

જૂનાગઢ જીલ્લાની નવ તાલુકા પંચાયત પૈકી જૂનાગઢ તાલુકા પંચાયતના હોદેદારોની વરણી માટેનો તખ્તો આજે ગોઠવાયો હતો. આજે જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના ચુંટાયેલા સદસ્યો, ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયતમાં સત્તા ગ્રહણનું પ્રથમ પગથીયું ભરવામાં આવ્યું હતું અને જેના ભાગરૂપે આજે વિધીવત રીતે હોદેદારોની વરણીની પ્રક્રિયા શરૂ થઈ હતી જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મુકતાબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે દયાબેન ઠુમરની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે રસીકભાઈ વેલજીભાઈ ગજેરા, પક્ષના નેતા તરીકે કેતનભાઈ ભનુભાઈ સુખડીયા અને દંડક તરીકે મધુબેન વેલજીભાઈ પાથરની વરણી કરવામાં આવી હતી. આ તકે નિયુકત થયેલા હોદેદારોને અભિનંદન તેમજ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews