Wednesday, January 26

જૂનાગઢ જીલ્લા પંચાયતના પ્રમુખ પદે શાંતાબેન ખટારીયા અને ઉપપ્રમુખ પદે વિપુલકુમાર કાવાણીની થયેલ વરણી

0

સોરઠ પંથકની મહત્વની એવી જૂનાગઢ જીલ્લા પંચાયતની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થઈ છે અને ગઈકાલે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલની સુચના અનુસાર હોદેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા ચુંટાયેલા સભ્યોને વ્હીપ જારી કરવામાં આવ્યો હતો. દરમ્યાન આજરોજ જૂનાગઢ જીલ્લા પંચાયતના સભા ખંડમાં ભાજપના ચુંટાયેલા સભ્યો તેમજ કોંગ્રેસ અને અન્ય સભ્યની ઉપસ્થિતિ વચ્ચે ભાજપ દ્વારા જીલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસકપક્ષના નેતા, દંડક માટેની વરણી કરવામાં આવી હતી. જાે કે, જૂનાગઢ જીલ્લા પંચાયતમાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોય જેથી જીલ્લા પંચાયત પ્રમુખ પદે શાંતાબેન ખટારીયાની અને ઉપપ્રમુખ પદે વિપુલકુમાર કાવાણીની વરણી થઈ હતી જયારે કારોબારી ચેરમેન તરીકે કંચનબેન લખમણભાઈ ડઢાણીયા, પક્ષના નેતા તરીકે કુમારભાઈ સુરગભાઈ બસીયા અને દંડક તરીકે હીરાભાઈ લખમણભાઈ સોલંકીની વરણી કરવામાં આવી હતી. આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના સદસ્યો તેમજ વરીષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહીતના હોદાઓનો તાજ ધારણ કરનાર ઉમેદવારોને અભિનંદ સાથ શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને તેઓને હારતોરા કરવામાં આવેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!