કણજાધાર નજીક બંધ દુકાનમાંથી એલસીબીએ પ૬ પેટી દારૂ, બિયરનો જથ્થો ઝડપી લઈ પાંચ સામે કાર્યવાહી કરી

0

જૂનાગઢ એલસીબીએ વંથલીના કણજાધાર પાસે બંધ દુકાનમાંથી રેડ કરીને વિદેશી દારૂ, બિયરની પ૬ પેટી સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. દારૂ મંગાવનાર સહિત પાંચ શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ એલસીબી જુગાર અંગે તપાસમાં નિકળી હતી. દરમ્યાન પોલીસને મળેલ બાતમીનાં આધારે વંથલીનાં કણજાધાર પાસે જૂના બંધ પેટ્રોલપંના ડેલામાં બંધ દુકાનમાં રેડ કરવામાં આવતાં રૂા.૧.૯૧ લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરની કુલ ૧૦પ૧ બોટલ, પ૬ પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ ઉપરથી દારૂની હેરાફેરી કરતા હરેશ દેવરાજ કરમટા (જૂનાગઢ), મેરામણ ઉર્ફે મેરો રાણા મોરી (પાદરીયા), જયદીપ બાવન વાંદા (જૂનાગઢ) અને મિલાપ ગોરધન ધડુક (ઝાંઝરડા રોડ, જનકપુરી સોસાયટી, શેરી નં. ૭)ને ઝડપી લીધા હતા. પોલીસે રૂા. ૧,૯૧,ર૦૦ ની કિંમતનો વિદેશી દારૂ,બિયરનો જથ્થો, રૂા. લાખની કાર, બાઈક અને પાંચ મોબાઈલ સહિત કુલ રૂા. ૪,૪૦,પ૦૦નો મુદ્દામાલ કબજે કરીને તપાસ કરતાં આ દારૂનો જથ્થો જૂનાગઢનાં લીરબાઈપરામાં રહેતા સતીષ ઉર્ફે દિગુ દેવરાજ રબારીએ મંગાવ્યો હોવાનું સામે આવતાં આ પાંચે શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી. આ બનાવની વધુ તપાસ વંથલીના પીએસઆઈ બી.કે. ચાવડા ચલાવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews